અરવલ્લી જીલ્લામાં દેશી-વિદેશી દારૂનો વેપલો થઇ રહ્યો છે જીલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં બુટલેગરો બિલાડીની ટોપની માફક ફૂટી નીકળ્યા છે સ્ટેટ મોનેટરીંગ સેલે ઝાલોદર નજીક ફોર્ચ્યુનર ગાડીમાંથી લાખ્ખો રૂપિયાનો દારૂ ઝડપી લીધાના ગણતરીના કલાકોમાં બાયડના ચોઈલા રોડ પર ધમધમતા વિદેશી દારૂના અડ્ડા પર ત્રાટકી 29 હજારથી વધુનો દારૂ ઝડપી બુટલેગર મોહન મારવાડીને દબોચી લઇ ફરાર બે બુટલેગરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરી બાયડ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
સ્ટેટ મોનેટરીંગ સેલના પીએસઆઇ રબારી અને તેમની ટીમે બાયડ-માલપુર પંથકમાં ધામા નાખ્યા હતા બાયડ-ચોઈલા રોડ મોહન મારવાડી, તેના બે પુત્રો રવિ મારવાડી અને દશરથ મારવાડી સાથે મળી
વિદેશી દારૂનો વેપલો થતો હોવાની બાતમી મળતા તાબડતોડ બાતમી આધારિત સ્થળે ત્રાટકી મોહન મારવાડીને દબોચી લઇ અડ્ડા પરથી વિદેશી દારૂની બોટલ નંગ-253 કીં.રૂ.29425/-નો જથ્થો જપ્ત કરી સ્ટેટ મોનેટરીંગ સેલની રેડ જોઈ ફરાર થનાર રવિ મારવાડી ફરાર થઇ જતા સ્થળ પરથી મોબાઈલ,એક્ટિવા અને બાઈક સહીત રૂ.79 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી મોહન મારવાડીને જેલના સળિયા પાછળ ધકેલી દઈ રવિ મારવાડી અને દશરથ મારવાડી સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો બાયડ પોલીસ સ્ટેશને ગુન્હો નોંધાવી આગળની તપાસ સુપ્રત કરતા પોલીસે બંને બુટલેગરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા