અરવલ્લી જીલ્લામાં વરસાદી માહોલ ગ્રામ્ય વિસ્તારમાં ઘરફોડ ચોરી કરતી તસ્કર ગેંગ દર વર્ષે સક્રિય થઇ બંધ મકાન અને દુકાનોને નિશાન બનાવી લાખ્ખો રૂપિયાની ચોરીની ઘટનાને અંજામ આપે છે તસ્કર ટોળકી સક્રિય થતા શામળાજી પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ફફડાટ ફેલાયો છે ભિલોડા તાલુકાના વાસેરા કંપામાં ઘરફોડ ચોર ત્રાટકી બંધ મકાનને નિશાન બનાવી ઘરમાં રહેલા સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી અંદાજે બે લાખ રૂપિયાના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ જતા ખેડૂત પરિવાર પર આભ તૂટી પડ્યું છે શામળાજી પોલીસ ઘટનાસ્થળે પહોંચી પ્રાથમિક તપાસ હાથધરી હતી
પ્રાપ્ત માહિતી અનુસાર,વાંસેરા કંપામાં રહેતા પ્રવીણભાઈ રતનશીભાઈ પટેલ નામના ખેડૂત તેમનો મોટો પુત્ર કચ્છમાં રહેતો હોવાથી પરિવાર સાથે રહેવા ગયા હતા તેમના બંધ મકાનમાં રવિવારે રાત્રે તસ્કરો ત્રાટકી આગળના દરવાજા નો નકુચો તોડી કબાટ અને તિજોરીમાં મુકેલા 50 હજાર રૂપિયા રોકડા, અને સોના-ચાંદીના દાગીના તેમજ ચાંદીના સિક્કા સહીત 1.50 લાખ રૂપિયા મળી કુલ.રૂ.2 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા ખેડૂત પરિવારના ભાગીયાએ ખેડૂતના કૌટુંબિક ભાઈઓને જાણ કરતા તાબડતોડ સ્થળ પર પહોંચી શામળાજી પોલીસને જાણ કરતા શામળાજી પોલીસ ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી