અરવલ્લી જિલ્લાના બાયડ પંથકમાં છ માસ પૂર્વે બનાવ ભોગ બનનારનાદાદી, દાદા તથા ઘરના માણસો ધંધા અર્થે અમદાવાદ ગયેલા હતા,ભોગ બનનાર ઘરે એકલી હતી તે સમયે તેના ફળીયામા રહેતો આરોપી તેની એકલતાનો લાભ લઈ તેના ઘરમા ઘૂસી ગયો હતો અને ભોગ બનનાર સ્નાન કરી ઘરમા પ્રવેશતી હતી તે સમયે આરોપીએ કહેલ કે તારા કપડા વગરનો ફોટો મે મારા ફોનમા પાડી દીધેલ છે અને નાહતો ફોટો બધાને બતાવી દઇ સગીરાનુમાઢુ દબાવી પકડી લઈ તેની છેડતી કરેલ,ભોગ બનનારે આરોપીને લાત મારી બૂમાબૂમ કરતાઆજુ બાજુથી માણસો આવી ગયેલા અને આરોપી ત્યાથી ભાગી ગયેલ,સદર કેસની તપાસસી.પી.આઈ.એમ.એમ.માલીવાડ,બાયડનાઓએ કરેલી અને સઘન પુરાવાઓ એકત્રીત કરી ચાર્જશીટ કરેલ,સદર કેસ મોડાસાના એડી.સેસન્સ નામદાર જજ એચ.એન.વકીલની કોર્ટમા ચાલેલો, સરકાર તર્ફે સરકારી વકીલ દિનેશભાઈશામળભાઈ પટેલનાઓએ સમગ્ર કેસના પુરાવાઓ રજુ કરી,ફરીયાદ પક્ષે ધારદાર દલીલો કરતા દલીલો કોર્ટે ગ્રાહય રાખી ફરીયાદીને તકસરવાન ઠરાવી આરોપીને એક વર્ષની સખ્ત કેદ અને રૂ.૫,૦૦૦/– દંડની સજા ફરમાવી હતી