મોડાસા.
મ.લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ મોડાસા સંચાલિત બી.ડી .શાહ કોલેજ ઓફ એજ્યુકેશન ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હિંમતનગર- સાબરકાંઠાના સાહિત્યકાર અને હાસ્ય કવિ રમેશ પટેલ ક્ષ વક્તા તરીકે હાજર રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆતમાં વિદ્યાર્થી વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી અને ઉમાશંકર જોશી ના જીવન અને કવન વિશે વાત કરવામાં આવી હતી. કોલેજના આચાર્ય ડોક્ટર બી.ડી પટેલ દ્વારા આવેલ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મને મળી નિષ્ફળતા અનેક તેથી થયો સફળ હું કંઈક જિંદગીમાં.
જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા ઉમાશંકર જોશી વિશે મુખ્ય વક્તા રમેશભાઈ પટેલે મનનીય પ્રવચન કર્યું હતું. કાર્યક્રમના અધ્યક્ષ અને મ.લા .ગાંધી મંડળના ઉપપ્રમુખ મહેન્દ્રભાઈ વિ.શાહ મામા તેમજ પ્રભારી મંત્રી જયેશભાઈ દોશી ઉપસ્થિત રહ્યા હતા. મલા ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળના પ્રમુખ નવીનભાઈ આર મોદી એ અભિનંદન પાઠવ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રશિક્ષણાર્થીઓએ કર્યું હતું. ડોક્ટર ભાવનાબેન મોદીએ સમગ્ર કાર્યક્રમનું આભાર દર્શન કર્યું હતું. ગુજરાત સાહિત્ય અકાદમીના કાર્યક્રમ સંયોજક તરીકે ડોક્ટર સંતોષ દેવકર ઉપસ્થિત રહ્યા હતા.