ધી મ.લા.ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ, મોડાસા સંચાલિત વી.વી.શાહ એમ.એસ.સી.(સી.એ. એન્ડ આઈ.ટી.)કોલેજ ઘ્વારા પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો જેમાં કોલેજના આચાર્ય અર્પિતભાઈ એ. જોશીએ મહેમાનો અને વિદ્યાર્થીઓને આવકાર્યા હતા. વિદ્યાર્થીઓને સંસ્થાની તથા કેમ્પસની તેમજ અભ્યાસક્રમની માહિતી પુરી પાડી હતી. આ કાર્યક્રમમાં મંડળના ઉપપ્રમુખ મહેન્દ્રભાઈ શાહ, કોલેજના પ્રભારીમંત્રી અરવિંદભાઈ જે. મોદી, સહપ્રભારીમંત્રી ધિરેનભાઈ પ્રજાપતિ અને બીસીએ કોલેજના આચાર્ય ર્ડા. જે. એચ. ત્રિવેદી એ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને આર્શીવચન પાઠવ્યા હતા. મહેમાનો ઘ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસક્રમની કીટ આપવામાં આવી હતી મંડળના પ્રમુખ નવિનભાઈ આર. મોદી એ કાર્યક્રમની સફળતા બદલ અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમની આભાર વિધિ પ્રા. સ્મૃતિબેન પ્રજાપતીએ કરી હત