ધી. મ.લા ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ,મોડાસા સંચાલિત માતૃશ્રી એલ. જે. ગાંધી (બાકોરવાલા) બી.સી.એ કૉલેજ એન્ડ ડૉ. એન. જે. શાહ PGDCA કૉલેજ દ્વારા BCA ના પ્રથમ વર્ષ ના વિધાર્થીઓ માટે પ્રવેશોત્સવ અને KNOW YOUR COLLEGE કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં BCA કૉલેજ ના આચાર્ય ડો.જયદીપભાઈ ત્રિવેદી એ મહેમાનો અને વિધાર્થીઓ ને આવકાર્યા હતા સાથે સંસ્થાની અને કેમ્પસ ની તેમજ અભ્યાસક્રમ ની માહિતી પૂરી પાડી હતી. આ કાર્યક્રમ મા મુખ્ય મહેમાન તરીકે મંડળ ના ઉપપ્રમુખ મહેન્દ્રભાઈ શાહ, કૉલેજ ના પ્રભારી મંત્રી અરવિંદભાઈ.જે. મોદી , કૉલેજ ના સહ-પ્રભારી રમેશભાઈ પી. શાહ અને MSc (CA &IT) કૉલેજ ના કા. આચાર્ય અર્પિતભાઈ જોશી હાજર રહી વિધાર્થી મિત્રો ને પ્રેરણાત્મક આર્શીવચન પાઠવ્યા હતા સાથે જે વિદ્યાર્થીઓ યુનિવર્સિટી કક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવેલ છે એમને ટ્રોફી આપી સન્માનિત કર્યા હતા. આ કાર્યક્રમ ની આભારવિધિ અધ્યાપક માં. યુનુસ ઘોરી સાહેબ એ કરી હતી અને કાર્યક્રમ નું સફળ આયોજન કૉલેજ સ્ટાફ મિત્રો અને નોન ટિચિંગ સ્ટાફ મિત્રો એ કર્યું હતું.