અરવલ્લી જિલ્લાની જાણીતી એકમાત્ર તત્વ ઇજનેરી ડિપ્લોમા કોલેજ ખાતે પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો.
આજે તારીખ ૩૧/૦૭/૨૦૨૩ ને સોમવારના રોજ મોડાસાની તત્વ ડિપ્લોમા ઈજનેરી કોલેજ ખાતે પ્રથમ વર્ષ ડિપ્લોમા ઈજનેરી તથા સી ટુ ડી ઈજનેરી અભ્યાસક્રમ ની શરૂઆત કરવામા આવી હતી. જેમાં સૌ પ્રથમ વિદ્યાર્થીઓનું તથા તેમની સાથે ઉપસ્થિત વાલીગણનું કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં સંસ્થાના કેમ્પસ ડાયરેક્ટર પ્રો. જે. આર. પુવાર સાહેબ હાજર રહી વિદ્યાર્થીઓને પ્રેરણા દાયક પ્રવચન આપી તેમની કારકિર્દીમાં મદદરૂપ થવા વચન અને આશીર્વાદ આપ્યા હતા.
તદુપરાંત સંસ્થાના અલગ અલગ વિદ્યા શાખા ના હેડ ઉપસ્થિત રહી તેમની શાખાની માહિતી આપી હતી તથા સંસ્થા ખાતે કાર્યરત એસ. એસ. આઈ. પી. (સ્ટાર્ટઅપ સેન્ટર) સેન્ટર વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.
ત્યારબાદ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને તથા વાલીમિત્રોને સંસ્થાની મુલાકાત કરાવવામાં આવી હતી અને સાથે હળવા નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન પ્રો. જીમિત શાહ તથા પ્રો. પ્રતિક ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું.
કેમ્પસ ડાયરેક્ટર જયદત્તસિંહ પુવાર સાહેબે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે ઐતિહાસિક નિર્ણય કર્યો હતો કે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા લેવાતી પરીક્ષામાં યુનિવર્સિટીમાં પ્રથમ ત્રણ નંબર મેળવનાર વિદ્યાર્થીને સંપૂર્ણ ફિ માફી આપવામાં આવશે.. છેલ્લે વાલીગણ સાથે વિચારોની આપ લે કરી તેમના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું