ધી એમ એલ ગાંધી હાયર એજયુકેશન સોસાયટી સંચાલિત શિક્ષકો તૈયાર કરતી કોલેજ એમ કે શાહ લાટીવાળા ડી એલ એડ કોલેજ મોડાસામાં વર્ષા ગીત સ્પર્ધા યોજવામાં આવી હતી આ સ્પર્ધામાં પ્રથમ તથા બીજા વર્ષના તમામ તાલીમાર્થીઓ એ ભાગ લીધો. સ્પર્ધામાં પ્રથમ નંબર ખાંટ ત્રિલોકીની મણીભાઈ બીજા નંબરે સોલંકી ક્રિષ્નાબેન મૂળજીભાઈ અને ત્રીજા નંબરે વણકર વિશ્વાબેન કાંતિભાઈ આવ્યા હતા.
સ્પર્ધાની શરૂઆતમાં આચાર્ય ગીતાબેન નીનામાએ તમામ તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. સ્પર્ધામાં નિર્ણાયક તરીકે પ્રા. વ્રજેશ પંડ્યા અને પ્રા. બુસરા દુરાની એ કાર્યભાર સંભાળ્યો હતો.પ્રભારી મંત્રી ધીરેનભાઈ એમ પ્રજાપતિ અને કાર્યકારી પ્રમુખ મહેન્દ્રભાઈ વી શાહ અને સુભાષભાઈ એમ શાહે આશીર્વાદ આપી અભિનંદન પાઠવ્યા હતા. સ્પર્ધામાં તાલીમાર્થીઓએ વર્ષા ગીતની રસલાણ કરી સૌને રસ તરબોળ કરી દીધા હતા