અરવલ્લી જિલ્લા માં છેલ્લા દસ દિવસ થી કાન્જેકટીવાઇટીસ ના અસંખ્ય કેસો મળી આવ્યા છે ત્યારે આજે મેઘરજ નગર માં આવેલી હરિઓમ આશ્રમશાળા ના એક સાથે 39 વિદ્યાર્થીઓ ને કંજકટીવાઇટીસ ની અસર જોવા મળી આશ્રમ શાળા માં જે વિદ્યાર્થીઓ રહી ને અભ્યાસ કરે છે તેમના 39 વિદ્યાર્થીઓ ની આંખો દુઃખવી ,આંખ લાલ થવી વગેરે ફરિયાદો હતી જેથી તમામ વિધાર્થીઓ ને તપાસ અર્થે મેઘરજ ની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવાયા ત્યાં તમામ 39 વિદ્યાર્થીઓ ની આંખો ની ડોક્ટર દ્વારા સંપૂર્ણ તપાસ કરવામાં આવી તો તમામ 39 બાળકો માં કંજકટીવાઇટીસ નો રોગ જોવા મળ્યો જેથી ડોક્ટરે ડ્રોપ તેમજ ટેબ્લેટ ની સારવાર આપી હતી તમામ વિદ્યાર્થીઓ ને ચશ્મા અપાયા આમ એક સાથે 39 વિદ્યાર્થીઓ માં અસર જોવા મળતા અન્ય શાળા ના બાળકો માં પણ ફફડાટ વ્યાપ્યો છે