અરવલ્લી જીલ્લામાં છેલબટાઉ યુવાનો યુવતીઓ અને સગીર બાળકીઓને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી અપહરણ કરી ફરાર થઇ જવાની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થતા લોકોમાં ફફડાટ ફેલાયો છે મોડાસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારની 17 વર્ષીય સગીરાને અજાણ્યો યુવક લલચાવી ફોસલાવી ફરાર થઇ જતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે
મોડાસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારની 17 વર્ષીય સગીરાને કોઈ છેલબટાઉ અજાણ્યો ઈસમ લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવી ગુરુવારે દિવસ દરમિયાન ભગાડી ગયો હતો સગીરા ગુમ થયાની જાણ પરિવારને થતા આસપાસ તપાસ કરી હતી અને આખો દિવસ સગા- સબંધી સહીત સંભવિત સ્થળ પર તપાસ કર્યા બાદ પણ સગીરાનો અત્તો પત્તો નહીં લાગતા પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા 17 વર્ષીય દીકરી ગુમ થઇ જતા તેના પિતાએ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઈસમ સામે ગુન્હો નોંધવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી