ડિજિટલ યુગ અને ઓનલાઈન બેંકિંગને પગલે સાયબર ક્રાઈમની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે અરવલ્લી જીલ્લા પોલીસ તંત્ર સાયબર ક્રાઈમ જાગૃતતા અંગે અનેક સેમિનાર કરવા છતાં લોકો સમયાંતરે સાયબર ક્રાઈમનો ભોગ બનતા રહે છે મોડાસા તાલુકાના મોતીપુરા (કઉં) ગામનો ખેડૂત ફેસબુક પર ઓનલાઈન ભેંસ વેચાણની જાહેરાત જોઈ સસ્તામાં ભેંસો ખરીદવા જતા સાયબર ગઠિયાએ 1.25 લાખ રૂપિયા વિવિધ લાલચ આપી ઓનલાઈન ખંખેરી લેતા ખેડૂત ઠગાઈ નો ભોગ બન્યો હોવાનો અહેસાસ થતા સાયબર ક્રાઈમમાં ગુન્હો નોંધાવવા તજવીજ હાથધરી હતી.
મોડાસા તાલુકાના મોતીપુરા (કઉં) ગામના ખેડૂત ફકીર મોહમ્મદ વણઝાર પશુ લે વેચનો ધંધો કરી રહ્યા છે ફેસબુક પર ઓનલાઈન ભેંસ વેચાણની જાહેરાત જોઈ તેના પર આપેલ નંબર પર સંપર્ક કરતા બે ભેંસની કિંમત નક્કી કર્યા બાદ સાયબર ગઠિયાએ વિશ્વાસ જીતી ધીરે ધીરે પશુ વેપારીને 10-10 હજાર રૂપિયા કરી 1.25 લાખ ઓનલાઈન એપ્લિકેશન મારફતે ખંખેરી લઈ ભેંસ હમણાં પહોંચી જશે અને શામળાજી સુધી ભેંસો આવી ગઈ હોવાનું જણાવી વધુ રૂપિયાની માંગણી કરતા ખેડૂતને શક જતા વધુ પૈસા આપવાનું બંધ કરતા અને શામળાજી સુધી ભેંસ ભરેલ વાહન પહોંચી ગયું હોવાના કલાકો સુધી નહીં આવતા આખરે ખેડૂત સાથે ઓનલાઈન છેતરપિંડી થઇ હોવાનું જાણ થતા બેબાકળો બન્યો હતો અને સાયબર ક્રાઈમ પોલીસનો સંપર્ક કરતા પોલીસે ગુન્હો નોંધી સાયબર ગઠિયાને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે