36 C
Ahmedabad
Saturday, May 4, 2024

સરકારી કોન્ટ્રાકટરો ટેન્ડર નહીં ભરે : અરવલ્લી-સાબરકાંઠા જીલ્લા કોન્ટ્રાકટર એસોસિએશને તેમની પડતર માંગણીઓને લઇ ભારે રોષ 


 

Advertisement

ગુજરાત કોન્ટ્રાક્ટર એસોસિએશનની મહેસાણા ખાતે મળેલી બેઠકમાં સમગ્ર ગુજરાતના કોન્ટ્રાક્ટરોએ ૩૧ જુલાઈથી સરકારી અર્ધસરકારી વિભાગોના વિકાસના કામોના ટેન્ડરમાં જરૂરી ફેરફારો થાય નહીં ત્યાં સુધી કોઈપણ કોન્ટ્રાક્ટરે ટેન્ડરો ભરવા નહીં તેવો નિર્ણય લેવામાં આવ્યો છે જેથી હવે આગામી દિવસમાં કોન્ટ્રાક્ટરો શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહે છે.સાબરકાંઠા-અરવલ્લી જીલ્લા કોન્ટ્રાકટર એસોસિએશને પણ સરકારી કામકાજના ટેન્ડર નહીં ભરવાનો નિર્ણય કર્યો છે અને કોન્ટ્રક્ટરોની ત્રણ માંગણીઓ સરકાર સત્વરે સ્વીકારેની માંગ કરી હતી

Advertisement

સાબરકાંઠા-અરવલ્લી જીલ્લા કોન્ટ્રાકટર એસોસિએશનના મહામંત્રી વિનોદભાઈ પટેલના જણાવ્યા અનુસાર જ્યાં સુધી ગુજરાત સરકાર તરફથી વિવિધ વિભાગોમાં સ્ટાન્ડર્ડ બિડિંગ ડોક્યુમેન્ટ મુજબ ટેન્ડર કાઢવામા ન આવે,જ્યાં સુધી નવા SOR મંજૂર કરવામાં ન આવે અને જ્યાં સુધી GST વગર ના ટેન્ડર કાઢવામાં ન આવે. ત્યાં સુધી બંને જીલ્લાના સર્વ કોન્ટ્રાક્ટરોએ સરકારી કે અર્ધ સરકારી ટેન્ડર નહીં ભરવાનો સામુહિક નિર્ણય લીધો હોવાનું જણાવ્યું હતું

Advertisement

ગુજરાત કોન્ટ્રાક્ટર એસોસીએસન દ્વારા દોઢ વર્ષ અગાઉ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યસરકાર ધ્વારા તમાંમ વિભાગોમાં સ્ટાન્ડર્ડ બીડીંગ ડોક્યુમેન્ટ મુજબ ટેન્ડર કાઢવામાં આવે નવા એસ આર ઓ મુજબ ભાવ મંજુર કરવામાં આવે અને જીએસટી વગરના ટેન્ડર કાઢવામાં આવે આ ત્રણ માગણીયો નથી. હજુ સ્વીકારવામાં આવી

Advertisement

જેથી ગુજરાત કોન્ટ્રાક્ટર પરંતુ રજૂઆતનું પરિણામ નહિ મળતા સરકારી વિભાગોમાં ટેન્ડર નહિ ભરવાનો સર્વાનુમતે નિર્ણય કરાયો હતો આ નિર્ણયને અરવલ્લી સાબરકાંઠા કૉન્ટ્રાક્ટર ઍસોસિએશન ધ્વારા આજે મીટીંગ કરી જિલ્લાના તમામ કૉન્ટ્રાક્ટર ધ્વારા સમર્થન કરીને સરકારી વિભાગોમાં ટેન્ડર નહી ભરવાનો નિર્ણય કરાયો હોવાનું અરવલ્લી સાબરકાંઠા જિલ્લા એસોસિએશનના જણાવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જ્યાં સુધી અમારી ત્રણ માંગણીઓનો સ્વીકાર કરવામાં નહીં આવે ત્યાં સુધી ટેન્ડર ભરવામાં આવશે નહી. ત્યારે કોન્ટ્રાક્ટર એસોસિએશનના આ નિર્ણયથી સરકારી વિભાગોમાં બાંધકામની કામગીરી ઠપ્પ થઈ જાય તેવી સંભાવના દેખાઈ રહી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!