36 C
Ahmedabad
Saturday, May 4, 2024

પંચમહાલ જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા શહેરા ખાતે મૌન ધરણાંનો કાર્યક્રમ યોજાયો


શહેરા
ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ અને પંચમહાલ જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા શહેરા ખાતે મૌન ધરણાંનો કાર્યક્રમ યોજાયો હતો. જેમા રાખવામાં આવ્યો હતો જેમાં શહેરા તાલુકાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો,કર્મચારીઓ આચાર્યો હાજર રહીને પોતાની માંગણીઓ પૂરી કરવાની સરકાર સમક્ષ માંગણી કરી અને આ માંગણીઓ પૂરી કરવામાં નહીં આવે તો આગામી અન્ય કાર્યક્રમનો કરવામા આવશે તેમ જણાવ્યુ હતુ.
પંચમહાલ જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકો અને આચાર્યો પોતાની વિવિધ માંગણીઓને લઈ મૌનધરણા કાર્યક્રમ યોજાયો હતો.જેમા શહેરા તાલુકામા આવેલી વિવિધ ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ફરજ તાલુકાના શિક્ષકો અને કર્મચારીઓ શહેરા તાલુકા પંચાયતની સામે આવેલી ખુલ્લી જગ્યામાં એક પોતાની વિવિધ માંગણીઓને લઈને એક દિવસીય મૌન ધરણા કાર્યક્રમમાં બેઠા હતા.

Advertisement

શિક્ષકઅગ્રણીઓ દ્વારા મિડીયાને જણાવામા આવ્યુ હતુ કે પંચમહાલ જીલ્લામા આવેલી શાળાઓમાં 500થી વધુ શિક્ષકોની જગ્યા ખાલી છે. ગુજરાતને બચાવવુ હોય તો શિક્ષકોની ભરતી કરવી જોઈએ.તેમણે વધુમા ઉમેર્યુ હતુ કે શાળાઓમાં કલાર્ક, પટાવાળા,ગ્રંથપાલ,રમતગમત શિક્ષકની જગ્યા ખાલી છે,તેમાં ભરતી કરવામા આવે,વધુમાં શિક્ષકોને અન્ય બીએલઓ જેવી કામગીરી સોપવામા આવે છે તેમાથી મુકત કરવામા આવે,આ રીતે અન્ય કામગીરી શિક્ષકને સોપવાથી શિક્ષણમા અવરોધ આવે છે.તેમ શિક્ષક અગ્રણીઓ દ્વારા જણાવાયુ હતુ.સાથે જુની પેન્શન યોજના લાગુ કરવાની પણ માંગ કરી હતી. શિક્ષકો શિક્ષણ બચાવો ગુજરાત બચાવોના બેનરો અને મોટી સંખ્યામાં શિક્ષકો,આચાર્યો,કર્મચારીઓ હાજર રહ્યા હતા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!