33 C
Ahmedabad
Saturday, May 18, 2024

15 August Special : વિજયનગર કોડિયાવાડા ગામના 1200 જવાનો માતૃભૂમિની રક્ષામાં તૈનાત,રાષ્ટ્રપ્રેમથી છલોછલ ઘર દીઠ એક યુવક આર્મીમાં


(જય અમીન- અંકિત ચૌહાણ)

Advertisement

અરવલ્લી-સાબરકાંઠા જીલ્લાના ગ્રામ્ય વિસ્તારનાં અનેક યુવાનો સરહદ પર માં-ભોમની રક્ષા કરી રહ્યા છે અનેક યુવાનોએ શહીદી પણ વ્હોરી છે ત્યારે સાબરકાંઠા જીલ્લાના વિજયનગર તાલુકાના કોડિયાવાડા ગામ જાણે લશ્કરમાં જોડાવવા યુવાનોની ફેક્ટરી હોય તેમ આ ગામના ઘર દીઠ એકથી વધુ લોકો સશસ્ત્ર દળોમાં જુદા-જુદા હોદ્દામાં ફરજ બજાવી રહ્યા છે અને ફરજ બજાવી નિવૃત્ત થયા છે કોડિયાવાડા ગામમાં અત્યાર સુધીમાં ૧૨૦૦ લોકો સશસ્ત્ર દળોમાં જોડાયા છે.

Advertisement

કોડીયાવાડા ગામમાં જન્મ લેનાર મોટા ભાગના યુવાનો ભારત માતાની રક્ષા કરવા જન્મ લીધો હોય તેવી દેશ ભાવનાથી છલોછલ યુવકો લશ્કરમાં ફરજ બજાવવા આતુર રહે છે ગામના મોટા ભાગના યુવાનો ૧૫ વર્ષની ઉંમર થી લશ્કર જોડાવવા આકરી મહેનતમાં લાગી જતા હોય છે ગામના મોટા ભાગના યુવાનો કહે છે કે મારે સૈનિક બનવું છે અને દેશના સિમાડાઓની રક્ષા કરવી છે. એટલું જ નહીં ગામમાં એક જ પરિવારની ત્રણ પેઢી સેનામાં હોવાનું ગર્વ પણ આ ગામ ધરાવે છે. યુવાનો તો ઠીક પણ બાળકો પણ દેશ પ્રેમથી છલકાઇ રહ્યા છે ગામની શાળામાં અભ્યાસ કરતા વિધાર્થીઓ મા ભોમની રક્ષા કરવા બેતાબ છે અને એટલે જ એમણે લશ્કરમાં જોડાવવા જીવનનો મંત્ર બનાવ્યો છે.

Advertisement

Advertisement

કોડિયાવાડા પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડની મધ્યમાં બનેલું સીઆરપીએફની ૧૬૮ મી બટાલિયનના જવાન કોન્સ્ટેબલ જીગ્નેશ પટેલ સ્મારક છે.પાંચ વર્ષ સુધી સીઆરપીએફમાં નોકરી કરતા જીગ્નેશ પટેલ ૯ ઓગસ્ટ, ૨૦૧૪ ના રોજ ૨૮ વર્ષની વયે શહીદ થયા હતા. જ્યારે છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં નક્સલવાદીઓ દ્વારા સુરક્ષાદળો પર હુમલો કરવામાં આવ્યો હતો.

Advertisement

યુવાનો શાળાના મેદાન અને ડુંગરાળ વિસ્તારોમાં પરસેવો પાડી રહ્યા છે, યોગ્ય સુવિધાનો અભાવ છતાં ફોજીમાં જોડાવાનો થનગનાટ યથાવત
વિજયનગરના ડૂંગરો વચ્ચે આવેલા નાનાકડા ગામ પોતાની વિશિષ્ટ ઓળખ ધરાવે છે અને અહિના યુવાનો માટે પોતાના જાતને તૈયાર કરવા માટે શહેરોમાં જોવા મળતા ટ્રેક કે જીમના સાધનો ઉપલબ્ધ નથી છતાં પણ તેઓ શાળાના મેદાન કે ડૂંગરાળ વિસ્તારોમાં દસ કિલો મીટર દોડીને પરસેવો પાડીને ભારતીય સેનામાં જોડાવવાની પરીક્ષા પાસ કરવા માટે પોતાને તૈયાર કરે છે. ભારતીય સેનામાં સામેલ થયુ અને દેશ કાંજે મરી મીટવું એ અહિના દરેક યુવાનનું જીવન મંત્ર બની ગયુ છે. ૬૪ વર્ષીય રામજી પટેલ ૧૯૯૫ માં સેનામાંથી નિવૃત્ત થયા હતા અને અમદાવાદમાં રાષ્ટ્રીયકૃત બેંકમાં સુરક્ષા અધિકારી તરીકે પણ કામ કરી નિવૃત્ત થયા છે તેમના બંને પુત્રો ઓન આર્મીમાં છે. આ ગામમાંથી કુલ ૧૦૦ થી વધુ વ્યક્તિઓ નિવૃત્તિ બાદ બેન્કોમાં સુરક્ષા અધિકારી તરીકે કામ કરે છે.

Advertisement

નિવૃત્ત આર્મી જવાનોની ઘરબેઠા મળતી આ સુવિધા બંધ થઈ
વર્ષો પહેલા તાલુકા મથક ખાતે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ લઈને આર્મી કેન્ટીનની ગાડી આવતી હતી પરંતુ થોડાક વર્ષોથી આ સુવિધા બંધ થવાથી મોટી સંખ્યામાં નિવૃત એવા જવાનોને અમદાવાદ-ગાંધીનગર જવું પડે છે જેથી તેમના સમય-નાણાંનો વ્યય થાય છે.

Advertisement

નિવૃત્ત આર્મીમેનોની કોડિયાવાડામાં લાઈબ્રેરી- વ્યાયામ ગૃહની માંગ
આ આર્મીઓ પૈકી શહિદ થાય ત્યારે એના અંતિમ સંસ્કાર માટે નદીના વચ્ચે આવેલા સ્મશાન ગૃહમાં ગાર્ડ ઓફ ઓનર આપતા જવાનોને અગવડ પડે છે જેથી અહીં સુવિધા સભર ખુલ્લી જગ્યા મળે એવું સ્મશાન ગૃહ બને એવી નિવૃત્ત જવાનોની તેમજ સ્થાનિકોની માંગણી છે.

Advertisement

યુવાનોની સેનાની પરીક્ષા માટે તૈયાર કરવાની જવાબાદારી વડીલો સંભાળે છે
લખતરમાં ફરજ નિભાવનારા નિવૃત આર્મીના અધિકારીઓ આદિવાસી વિસ્તારના યુવાઓના પડખે ઊભા રહ્યા છે. સેનામાં કારકિર્દી ઘડે તે માટે શું કરવું જોઈએ તે માટે ગામના પૂર્વ નિવૃત અધિકારીઓ રામજી પટેલ અને બાબુકાકા યુવાઓને મદદરૂપ થઈ રહ્યા છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!