37 C
Ahmedabad
Wednesday, May 15, 2024

EXCLUSIVE : મોડાસા શહેર ભાજપ ઉપપ્રમુખનો પુત્ર સહીત 6 શકુનિઓને ધનસુરા પોલીસે ઝડપ્યા,મેઘરજના સિમલેટમાંથી 3 જુગારીઓ જબ્બે


અરવલ્લી જીલ્લામાં અસામાજિક પ્રવૃતિઓ ફૂલીફાલી છે પોલીસતંત્રનો ડર ગાયબ હોય તેમ ઠેર ઠેર જુગારના અડ્ડાઓ અને વરલી મટકાના જુગારની હાટડીઓ ધમધમી રહી છે ધનસુરા પોલીસે રેલવે ફાટક નજીક ખુલ્લામાં જુગાર રમતા 6 શકુનિઓને 12 હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા જેમાં મોડાસા શહેર ભાજપ ઉપપ્રમુખ હોતચંદ કેલા નો પુત્ર અને ભાજપ યુવા અગ્રણી જતીન કેલા ઝડપાતા રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો હતો મેઘરજ પોલીસે સિમલેટી ગામમાંથી ત્રણ જુગારીઓને 4 હજારના મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા જયારે 4 શકુનિઓ પોલીસ રેડ જોઈ ફરાર થઇ જતા ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

Advertisement

ધનસુરા-વડાગામ પંથકમાં જુગારના અડ્ડાઓ ધમધમતા હોવાનું જગજાહેર છે ધનસુરા પોલીસે પેટ્રોલિંગ હાથધરતાં રેલવે ફાટક નજીક ખુલ્લા મેદાનમાં શકુનિઓ જુગાર રમતા હોવાની બાતમી મળતા પોલીસ તાબડતોડ સ્થળ પર ત્રાટકી મેદાનને કોર્ડન કરી રેડ કરતા જુગારીઓમાં નાસભાગ મચી હતી જોકે ધનસુરા પોલીસે જુગાર રમતા 1)જય ઉર્ફે આનંદ ધર્મેન્દ્ર જોશી,2) અમરત અમૃત સરણીયા,3)વિપુલ વીનુ વાઘેલા (ત્રણે રહે, ધનસુરા), 4)મુસ્તાકમિયા મોહમ્મદમિયા કલાલ, 5) બાબુ ઉસ્માન કલાલ (બંને રહે, પંચકુહાડા) અને 6)જતીન હોતચંદ કેલા (રહે,અમરદીપ સોસાયટી, મોડાસા) ને દબોચી લઇ હારજીતની બાજી પર દાવ પર લગાવેલ રોકડ રકમ-12150/- જપ્ત કરી તમામ શકુનિઓ સામે જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Advertisement

મેઘરજ પોલીસે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરતાં સિમલેટી ગામની સીમમાં જુગાર રમતો હોવાની બાતમી મળતા તાબડતોડ બાતમી આધારિત સ્થળ પર ત્રાટકી હારજીતની બાજી માંડી બેઠેલા 1)સિરાજ મુસાક ભાયલા,2)મકબુલ ઇસાક ભાયલા,3) ઈમ્તિયાઝ ઇસ્માઇલ ડાયાને ઝડપી પાડી રૂ.4000/- નો મુદ્દામાલ જપ્ત કરી પોલીસ રેડ જોઈ ફરાર શકુનિઓ 1)સરફરાઝ રમજુ ભાયલા,2) ઇમરાન ઉર્ફે ડોંગરો ઈસ્માલ મકરાણી,3) રહીમ ઇબ્રાહિમ ખરાડી,4)મોહસીન ઉર્ફે સંગાકારા યુસુફ મોરીવાલા સામે જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!