34 C
Ahmedabad
Sunday, March 16, 2025

અરવલ્લી: માલપુરના મંગલપુર ગ્રામ પંચાયતે ગ્રામજનોની ચિંતા કરી, હવે મોબાઈલ નંબર ડાયલ કરી કરી ફરિયાદ


અરવલ્લી જિલ્લામાં 77માં સ્વતંત્રતા પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી, લોકો ઉત્સાહભેર આઝાદીના પર્વમાં જોડાયા અને દેશપ્રેમ વ્યક્ત કર્યો હતો. અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના મંગલપુર ગામે પણ વિશેષ ઉજવણી કરવામાં આવી હતી.

Advertisement

આઝાદીના અમૃત મહોત્સવની ભવ્ય ઉજવણીના ભાગરૂપે માતૃભૂમિ તેમજ વીર-વીરાંગનાઓ પ્રત્યે આદર વ્યક્ત કરવા દેશવ્યાપી ‘મેરી માટી, મેરા દેશ’ અભિયાન અંતર્ગત મંગલપુર ગ્રામ પંચાયત ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. માતૃભૂમિની રક્ષા માટે બલિદાન આપનાર વીરોની યાદમાં નિર્મિત ‘શીલાફલકમ’ ના અનાવરણ ઉપરાંત ‘વસુધા વંદન’ કાર્યક્રમ હેઠળ વૃક્ષારોપણ તેમજ ‘અમૃત કળશ’માં માટી અર્પણ કરી હતી અને કાર્યક્રમના અંતમાં ધ્વજવંદન પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સરપંચશ્રી દીપલબેન ચિરાગભાઈ પટેલ, મંગલપુર ગ્રામ પંચાયતના તલાટી સાહેબ શ્રી અને પંચાયતના સદસ્યો, શિક્ષકો, વિદ્યાર્થી મિત્રો તેમજ ગ્રામજનો એ મોટી સંખ્યામાં હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યું હતું.

Advertisement

Advertisement

માલપુર તાલુકાની મંગલપુર ગ્રામ પંચાયતે લોકોનો વિચાર કર્યો અને એક નવા વિચાર સાથે શહેરી પાલિકા તેમજ મ્યુનિસિપલ જેવી સુવિધા ગ્રામજનો માટે સમર્પિત કરી કોલ સેન્ટર શરૂ કર્યું છે, જેના થકી ગામમાં કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાય તો તાત્કાલિક તેનું સમાધાન થઈ શકે. આ માટે એક કંમ્પ્લેઈન નંબર 6357395054 શરૂ કરવામાં આવ્યો છે, જેથી ગામમાં સર્જાયેલી કોઈપણ સમસ્યાની ફરિયાદ ગ્રામજનો સરળતાથી નોંધાઈ શકે. ખાતે મેરી મિટ્ટી, મેરા દેશ અંતર્ગત કાર્યક્રમમાં પંચાયતમાં કંમ્પ્લેઈન નંબર શરૂ કરવામાં આવ્યો છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!