ટીંટોઈ મેરાજીયા તળાવ નજીક ખુલ્લામાં જુગારની બાજી માંડી બેઠેલા જુગારીઓમાં ભારે નાસભાગ મચી,પોલીસે ડુંગરો સુધી પીછો કર્યો
ટીંટોઇ પોલીસે જુગરધામની બીજી રેડ કરતા શકુનિઓમાં ભારે ફફડાટ ફેલાયોAdvertisement
અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલે જિલ્લામાં ધમધમતી અસામાજિક પ્રવૃતિઓ સામે લાલ આંખ કરી છે પોલીસતંત્રને દેશી-વિદેશી દારૂ,જુગારીઓ અને અન્ય ગેરકાયદેસર પ્રવૃતિઓ પર કોઈ પણ પ્રકારની સહ-શરમ રાખ્યા વગર સખ્ત કાર્યવાહી આદેશ આપી દીધા છે. પવિત્ર શ્રાવણ માસ ચાલુ થતા જ અરવલ્લી જીલ્લામાં અનેક સ્થળે જુગારધામ ધમધમતા થયા છે ટીંટોઈ પોલીસે મસ્જિદ નજીકથી વરલી-મટકાના જુગાર નો પર્દાફાશ કર્યા બાદ ગણતરીના દિવસોમાં મેરાજીયા નજીક તળાવ પાસે હારજીતની જુગારની બાજી રમતા શકુનીઓને ટીંટોઇ પોલીસે ઝડપી પાડ્યા હતા.
ટીંટોઇ પોલીસ સ્ટેશનના પીએસઆઇ કોમલ રાઠોડ અને તેમની ટીમ પેટ્રોલિંગ હાથધરતા ટીંટોઇ મેરાજીયા નજીક તળાવ નજીક આવેલ ખુલ્લી જગ્યામાં જુગાર રમતો હોવાની બાતમી મળતા તાબડતોડ ત્રાટકી જુગાર પર હારજીતની બાજી માંડી બેઠેલાં જુગારીઓમાંથી ચાર જુગારી ઝડપાઇ ગયા હતા અને પાંચ જુગારીઓ ફરાર થઇ ગયા હતા.ટીંટોઇ પોલીસે ચાર શકુનીઓને ઝડપી લેતા જુગારીઓના મોતિયા મરી ગયા હતા પોલીસે દાવ પર લાગેવેલ દરિમયાન માડી4 આવેલ રોકડ રકમ ૧૮૫૦/- તથા મોબાઈલ નંગ-૩ ની કિંમત રૂપિયા ૧૭૩૦૦/- તથા સ્કૂટી પેક મો.સા.નંગ-૦૩ ની કિંમત રૂ.૩૬૦૦૦/- મળી કુલ કિંમત રૂપિયા ૫૫૧૫૦/- ના મુદ્દામાલ સાથે ચાર શકુનીઓ તેમજ ફરાર શકુનીઓ સામે જુગરધાર કલમ હેઠળ ગુન્હો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દઈ ફરાર જુગરીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
ટીંટોઈ પોલીસે ઝડપેલ ચાર શકુનીઓના નામ વાંચો
૧) મોહમદ જહીદ ઉર્ફે ટીકો ઇસ્માઇલ બાંડી (રહે.ટીંટોઇ જુમ્મા મરજીદ નજીક તા.મોડાસા.જી.અરવલ્લી)
૨)તોસિફ ઉર્ફે મુન્નો ઇસ્માઇલભાઈ બાંડી (રહે.ટીંટોઇ જુમ્મા મરજીદ નજીક તા.મોડાસા.જી.અરવલ્લી)
૩)રાકેશભાઈ સુરેશભાઈ ખાંટ (રહે.ટીંટોઇ પંચાયતની પાછળ તા.મોડાસા,જી.અરવલ્લી)
૪)મહેશભાઈ વિરાભાઈ વણકર(રહે.વણકર વાસ ટીંટોઇ તા.મોડાસા.જી.અરવલ્લી)
વોન્ટેડ જુગારીઓ કોણ કોણ વાંચો
૧)સિદ્દીકભાઈ દાઉદભાઈ ફુમતી
૨)ઇનાયત કાદરભાઈ બાંડી
૩)ઇશાકભાઈ સુલેમાનભાઈ બાંડી
૪)શોયેબભાઈ પટેલ
૫) સોહિલભાઈ કાલુભાઈ મકરાણી (તમામ રહે,ટીંટોઇ તા.મોડાસા,જી.અરવલ્લી)