અરવલ્લી જીલ્લા SP શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ પોલીસતંત્ર વણઉકેલ્યા ગુન્હાઓનો ભેદ ઉકેલવા સતત દોડાદોડી કરી રહી છે મેઘરજના પંચાલ નજીક ઇકો કારથી એક્ટીવાને ટક્કર મારી યુવકનું મોત નિપજાવી ફરાર ઇકો કાર ચાલકને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો જીલ્લા એલસીબી પોલીસે મોડાસા શહેરના ડીપ વિસ્તારમાં મોબાઈલ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી ગાજણ ગામના મોબાઈલ ચોર યુવકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
મેઘરજના પંચાલ-કદવાડી રોડ પર દસ દિવસ અગાઉ ઇકો કાર ચાલકે એક્ટીવાને ધડાકાભેર ટક્કર મારતા એક્ટિવા સવાર આશાસ્પદ યુવક સંદેશ દેવેન્દ્રભાઈ નરાતનું મોત નીપજ્યું હતું અકસ્માત સર્જી ઇકો કાર ચાલક ફરાર થઇ જતા ઇસરી પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કરી બાતમીદારો સક્રિય કરી સમગ્ર વિસ્તારની ઇકો અંગે તપાસ આદરી હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી અકસ્માત સર્જી ફરાર કાર ચાલક ટવીંકલ કાંતિ ડામોર (રહે,વાંસળી) ને ઝડપી પાડી અકસ્માતમાં મોત નિપજાવવાના વણઉકેલ્યા ગુન્હાનો ભેદ ઉકેલી દીધો હતો
અરવલ્લી એલસીબી પોલીસે બાતમીના આધારે મોડાસા શહેરના ડીપ વીસ્તારમાંથી દસ દિવસ અગાઉ મહિલાનો મોબાઈલ ચોરી કરનાર યુવક ગાજણ ટોલપ્લાઝા નજીક ઉભો હોવાની બાતમી મળતા તાબડતોડ ટોલપ્લાઝા નજીક ત્રાટકી અજયસિંહ બકુસિંહ સોલંકી (રહે, ગાજણ,તા-મોડાસા)ને દબોચી લઇ 20 હજારનો મોબાઇલ રિકવર કરી મોબાઈલ ચોરીના ગુન્હાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો હતો