35 C
Ahmedabad
Wednesday, May 15, 2024

અરવલ્લી : LCB પોલીસનો સપાટો, સુનોખ પાસે પીકઅપ ડાલાના ગુપ્ત ખાનામાંથી 260 બોટલ અને વાંટડા ગામમાંથી 119 બોટલ દારૂ ઝડપ્યો


અરવલ્લી જીલ્લા પોલીસતંત્ર વિદેશી દારૂની હેરાફેરી અને વેપલાને અટકાવવા સતત દોડાદોડી કરી રહી છે જીલ્લા એલસીબી પોલીસે સતત ત્રીજા દિવસે વિદેશી દારૂ ઝડપી લેતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે. દારુની હેરફેર માટે બુટલેગરા પોલીસથી બચવા માટે અલગ અલગ મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરે છે એલસીબી પોલીસે સુનોખ ગામની સીમમાંથી પીકડાલામાં બનાવેલ ગુપ્તખાનામાંથી 1.30 લાખથી વધુનો દારૂ ઝડપી લીધો હતો અન્ય એક સ્થળ વાંટડા (દાવલી) ગામમાં બંધ મકાનમાંથી 119 બોટલ દારૂ ઝડપી પાડ્યો હતો જો કે એલસીબીની બંને રેડમાં બુટલેગરો પોલીસને થાપ આપવામાં સફળ રહેતા ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

Advertisement

Advertisement

અરવલ્લી જીલ્લા એલસીબી પીઆઈ સી.પી.વાઘેલા અને તેમની ટીમે શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ હાથધરતાં રાજસ્થાન થી પીકપડાલામાં દારૂ ભરી બોરનાલા થઇ સુનોખ તરફ આવી રહ્યું હોવાની બાતમી મળતા સુનોખ ગામની સીમમાં વોચ ગોઠવતા દારૂ ભરી આવનાર પીકઅપ ડાલાનો ચાલક નાકાબંધી જોઈ ડાલુ રોડ પર મૂકી ફરાર થઇ જતા પોલીસે પીકઅપ ડાલામાં બનાવેલ ગુપ્તખાનામાંથી રૂ.1.30 લાખથી વધુની 260 બોટલ વિદેશી દારૂ જપ્ત કરી પીકપડાલુ મળી 6.30 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી અજાણ્યા પીકઅપ ડાલાના ચાલક વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

Advertisement

એલસીબી પોલીસે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા વાંટડા (દાવલી) ગામમાં મહેન્દ્ર ઉર્ફે શૈલેશ ધુળાભાઈ વેરાત નામનો બુટલેગર રાજસ્થાનથી વિદેશી દારૂ લાવી ઘરમાં સંતાડી વેપલો કરતો હોવાની બાતમી મળતા આવાવરૂં ઘરની પાછળ સંતાડેલ વિદેશી દારૂની 119 બોટલ રૂ.49,400/- નો જથ્થો જપ્ત કરી બુટલેગર મહેન્દ્ર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!