37 C
Ahmedabad
Wednesday, May 15, 2024

અરવલ્લી : મોડાસાના ભા.મા.શા. હોલ ખાતે શ્રી.એન.એસ.પટેલ લો કોલેજનો વાર્ષિકોત્સવ ઉજવાયો, વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરાયા


મેરા ગુજરાત, મોડાસા, અરવલ્લી

Advertisement

શ્રી એન.એસ. પટેલ લો કોલેજ મોડાસા દ્વારા 14 મી આર.એમ.મહેતા લેકચર સીરિઝ અને એન્યુલ ફંકશન નું આયોજન કોલેજ કેમ્પસ ખાતે થયું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત હાઈકોર્ટના જજ આશુતોષ જે. શાસ્ત્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ અતિથિ વિશેષ તરીકે નેશનલ વુમેન કમિશનના સભ્ય ડો. રાજુલબહેન દેસાઈ પણ કાર્યક્રમમાં હાજર રહીને લો ના વિદ્યાર્થીઓને માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.

Advertisement

Advertisement

શૈક્ષણિક વર્ષના છેલ્લા મહિનાઓમાં વિદ્યાર્થીઓની કામગીરીને પ્રોત્સાહિત કરવાના આશય સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે શ્રી. એન.એસ. પટેલ લો કોલેજ, મોડાસાનો 14મા આર.એમ.મહેતા લેક્ચર સીરિઝ અને એન્યુઅલ ફંક્શનનું આયોજન ભા.મા.શા. હોલ ખાતે કરાયું હતું. આ કાર્યક્રમમાં વર્ષ દરમિયાન સારી કામગીરી કરનાર અને વિવિધ પ્રવૃત્તિઓમાં જોડાનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.

Advertisement

Advertisement

આ સાથે જ રશ્મીન જાની સિનિયર એડવોકેટ ગુજરાત હાઈકોર્ટ તેમજ સમારંભના અધ્યક્ષ તરીકે મંડળના પ્રમુખ એન. આર. મોદી, ઉપપ્રમુખ મહેન્દ્રભાઈ વી. શાહ દ્વારાં આશીર્વચન આપ્યા હતા. લો કોલેજના પ્રિન્સિપાલ ડો. રાજેશ એસ વ્યાસ શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમમાં એક રીસર્ચ બૂક નું વિમોચન કરવામાં આવેલ હતું. વિશિષ્ઠ સિદ્ધિ બદલ વિધાર્થીઓને ઈનામ અને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરવા આવેલ આભાર વિધિ લૉ ફેકલ્ટી ના ડીન ડો. અશોક શ્રોફ દ્વારા કરવામાં આવ્યું હતું અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. સોનિયા જોશી અને ડો. અલ્પા ભટ્ટી દ્વારા કરવામાં આવ્યું હતું.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!