37 C
Ahmedabad
Wednesday, May 1, 2024

Russia Ukraine War : યુદ્ધ વચ્ચે યુક્રેનના વિદેશ મંત્રી સાથે US ના રાષ્ટ્રપતિ જો બાઈડને કરી મુલાકાત, જાણો શું કહ્યું


રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને શનિવારે યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રો કુલેબા અને રક્ષા મંત્રી ઓલેક્સી રેજનિકોવ સાથે મુલાકાત કરી, આ બેઠક શહેરના કેન્દ્રમાં સ્થિત મૈરિયટ હોટલમાં યોજાઈ હતી.

Advertisement

આ મુલાકાત સંબંધિ વ્હાઈટ હાઉસથી એક મીડિયા બ્રિફ કરતા જણાવાયું છે કે, જો બાઈડને શનિવારે પોલેન્ડમાં એક સંબોધન દરમિયાન કહ્યું કે, “સ્વતંત્ર દુનિયા” યુક્રેન પર રશિયાના આક્રમણનો વિરોધ કરે છે અને વ્લાદિમીર પુતિનને રોકવાની આવશ્યકતા પર પ્રમુખ અર્થવ્યવસ્થાઓ વચ્ચે એકતા છે.

Advertisement

અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવન એ કહ્યું કે, “આગળના પડકારની તાકીદ અને યુક્રેનમાં સંઘર્ષ વિશ્વ માટે શું મતલબ છે અને તે શા માટે એટલું મહત્વપૂર્ણ છે” તેના પર ચર્ચા થઇ.

Advertisement

આપને જણાવી દઇએ કે, આ પહેલા શુક્રવારે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન પોલેન્ડના રેજજો શહેર પહોંચ્યાહતા. આ શહેરથી યુક્રેનની સીમા અંદાજે 100 કિ.મી. દૂર છે. જો બઈડને આ ક્ષેત્રમાં તૈનાત અમેરિકન સૈનિક અને બિન સરકારી સંગઠનો સાથે મુલાકાત કરી હતી જે રશિયાના આક્રમણથી જીવ બચાવી યુક્રેનથી પલાયન થયેલા શરણાર્થીઓની મદદ કરતા હતા.

Advertisement

 

Advertisement

Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!