અરવલ્લી જીલ્લાનું મુખ્યમથક મોડાસા શહેર શૈક્ષણિક નગરી તરીકે ઉત્તર ગુજરાતમાં જાણીતું છે મોડાસા શહેર રમત-ગમતમાં પણ ધીરેધીરે આગળ વધી રહ્યું છે ત્યારે વડોદરા ખાતે યોજાયેલ અંડર-15 નહેરુ હોકી સ્પર્ધામાં અરવલ્લી ડીએલએસએસની ટીમે રાજ્યની 25થી વધુ ટીમ વચ્ચે વિજેતા બની પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું
મોડાસાની જે.બી.શાહ ઈંગ્લીશ મીડીયમ હાઈસ્કૂલમાં ડિસ્ટ્રીક્ટ લેવલ સ્પોર્ટસ સ્કુલ (DLSS) સ્કૂલ ચાલે છે વડોદરામાં 12 થી 14 સપ્ટેમ્બર દરમિયાન રાજ્ય કક્ષાની અંડર-15 નહેરુ હોકી ટુર્નામેન્ટ યોજાઈ હતી જેમાં સમગ્ર રાજ્યમાંથી 25થી વધુ જીલ્લાની ટીમે ભાગ લીધો હતો જેમાં મોડાસા DLSSની ટીમ વિજેતા બની હતી સમગ્ર ગુજરાતમાં હોકીની રમતમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરતા સમગ્ર જીલ્લામાંથી ટીમ પર અભિનંદન વર્ષા થઇ હતી અંડર-15 ટીમના ખેલાડીઓ ટીમ કોચ શશી દિવાકર, ટ્રેનર ભરતસિંહ રાણાને જિલ્લા રમત વિકાસ અધિકારી મજહર સુથાર, એમ એલ ગાંધી પરિવાર, જે.બી. શાહ હાઈસ્કૂલના આચાર્ય દિપકભાઈ અને અરવલ્લી જીલ્લા હોકી એસોસિએશને અભિનંદન આપ્યા હતા