ફરિયાદી મહિલા અને તેના પરિવારને જીવનું જોખમ હોવાનો સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ
ફરિયાદી મહિલાએ SP શૈફાલી બારવાલની મદદ માંગતા તાબડતોડ
સાઠંબા પોલીસ સ્થળ પર મોકલી આપી
બાયડ તાલુકાના ગોતાપુર ગામે ખેતરમાં ભેંસો ચરવા પેસી ગઈ હોઈ જેને બહાર કાઢવા બાબતે બોલાચાલી થતાં જાનથી મારી નાખવાની ધમકી આપવાની પોલીસ ફરિયાદ સાઠંબા પોલીસ મથકે નોંધાયાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
Advertisement
બાયડ તાલુકાના ગોતાપુર ગામે કપાસના વાવેતરવાળા ખેતરમાં ભેંસો ચરવા પેસી ગઈ હોય તેને બહાર કાઢવા માટે ભેંસોના માલિકને કહેતાં ભેસોના માલિકે મારી નાખવાની ધમકી આપી ઝઘડો કરતાં અને અભદ્ર ગાળો બોલતાં ફરિયાદી સરિતાકુંવર અજયસિંહ ઝાલા રહે. ગોતાપુરએ ક્રુષ્ણસિહ ઝાલા ઉર્ફે શ્યામબાપુ ઝાલા અને મીનાબા ક્રુષ્ણસિહ ઝાલા સામે ફરિયાદ નોંધાવતાં સાઠંબા પોલીસે ફરિયાદીની ફરિયાદના આધારે ભારતીય દંડ સંહિતા 504,506(2),507 અને 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ફરિયાદી મહિલાએ સોશિયલ મીડિયામાં તેનો વિડીયો વાયરલ કરી તેના પરિવારને આરોપી પરિવાર તરફથી જીવનું જોખમ હોવાથી તાત્કાલિક પોલીસ રક્ષણ આપવા કલેકટર જીલ્લા પોલીસ વડા અને ગૃહ મંત્રીને ટેલીફોનિક જાણ કરી હોવાનો વિડીયોમાં ઉલ્લેખ કર્યો છે