સાબરકાંઠા SP દેશી દારૂ વેચાણ અને પોલીસને હપ્તા આપતો હોવાનો બુટલેગરનો આક્ષેપ કરતો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા તપાસ કરાવે તેવી લોક માંગ
Advertisement
ગાંધીના ગુજરાતમાં દૂધ મળે કે ન મળે પણ દેશી વિદેશી દારૂ છૂટથી મળી રહ્યો હોવાનું જગજાહેર છે સાબરકાંઠા જીલ્લામાં દેશી વિદેશી દારૂની રેલમછેલ કરતા કેટલાક ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ અને કર્મીઓ બુટલેગરો સાથે ભાઈબંધી નિભાવતા હોવાથી બુટલેગરો બેફામ બન્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે સોશ્યલ મીડિયામાં હિંમતનગર-A ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કેનાલ રોડ પર દેશી દારૂનો વેપલો કરનાર બુટલેગર બિંદાસ્ત દેશી દારૂનું વેચાણ કરતો અને પોલીસ દરરોજ હપ્તા લેવા આવતી હોવાનો જાગૃત નાગરિક સાથે વાત કરતો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ કરતા સાબરકાંઠા પોલીસની કામગીરી પર અનેક સવાલ ઉભા થયા છે (Mera Gujarat સોશ્યલ મીડિયામાં વાયરલ વિડીયોનું પુષ્ટી કરતુ નથી)
હિંમતનગર-A ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ અને ગુન્હેગારો સાથે ભાઈબંધી હોવાની ચર્ચા વચ્ચે કેનાલ રોડ પર દેશી દારૂનો અડ્ડો ધમધમતો હોવાનો અને હિંમતનગર-એ ડિવિઝન પોલીસ, એલસીબી સહીત અન્ય પોલીસને 200 થી લઇ હજ્જારો રૂપિયા આપતો હોવાનો બે જાગૃત યુવકો સાથે એકરાર કરતો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા હિંમતનગર શહેર સહીત સાબરકાંઠા જીલ્લામાં ભારે ખળભળાટ મચ્યો છે વાયરલ વિડીયો હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારનો હોવાનું ચર્ચાઈ રહ્યું છે ત્યારે હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના અધિકારી અને કર્મીઓની પ્રોહીબીશનની કામગીરી અંગે તરહ તરહની ચર્ચાએ જોર પકડ્યું છે હિંમતનગર શહેરમાં ઠેર ઠેર દેશી દારૂનું ધૂમ વેચાણ થતું હોવાથી એલસીબી પોલીસની કામગીરી શંકાની ભૂમિકામાં આવી ગઈ છે ત્યારે જીલ્લા પોલીસવડા ખાખીની આબરૂની ધૂળધાણી થતા બુટલેગરે પોલીસ સામે કરેલ આક્ષેપ અંગે યોગ્ય તપાસ કરાવે તેવી માંગ પ્રબળ બની છે