ઝરખંડથી નીકળેલી આદિવાસી સુરક્ષા યાત્રાનું ભિલોડા નગરમાં આગમન થતા મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ અને લોકોએ ભવ્ય સ્વાગત કર્યું હતું દેશના આશરે 12 કરોડ જેટલાં આદિવાસીઓને એકસૂત્રતાથી બાંધવા,સામાજિક તેમજ રાજકીય પ્રતિનિધિત્વ મજબૂત કરવા તેમજ સમાજના વિવિધ પ્રશ્નોને વાચા આપવા આદિવાસી સમાજના મહામાનવ બિરસા મુંડાના જન્મસ્થળ ઝારખંડના ખૂંટી જિલ્લાના ઉલીહાતું ગામથી નીકળેલ આદિવાસી સુરક્ષા યાત્રા આશરે 7 હજાર કિલોમીટર જેટલી યાત્રા કરીને પહોંચી હતી.આદિવાસી સુરક્ષા યાત્રાનું દેશ માટે શહીદી વહોરનાર વિજયનગરના દ્ઢવાવ વીરભૂમિ પર સમાન થશે
બ્રિટિશરો સામે અવાજ ઉઠાવનાર આદિવાસી ક્રાંતિવીર બિરસા મુંડાના પૈતૃક ગામ ઝારખંડના ખૂટી જિલ્લા ઉલીહાતુંથી 9મી ઓગષ્ટે આરંભાયેલી આદિવાસી સુરક્ષા યાત્રા રવિવારે અરવલ્લી જિલ્લાના ભિલોડા ખાતે પહોંચી હતી દેશને આઝાદ થયાને ૭૫ વર્ષ થયા બાદ પણ દેશભરના ૭૮૧ આદિવાસી સમૂહો પોતાની જાત ને આજે પણ અસુરક્ષિત અનુભવે છે તેમનામાં વૈચારિક એકત્રીકરણ, સાંસ્કૃતિક શુદ્ધિકરણ, સામાજિક , રાજકીય એકતા અને જાગરૂકતા લાવવા અને આદિવાસી સમાજ ને એકજૂટ કરવાના આશય સાથે આદિવાસી સુરક્ષા યાત્રાનું આયોજન કરાયું હતું. ઝારખંડ ખૂંટી જિલ્લામાં જ્યાં આદિવાસી ક્રાંતિવીર બિરસા મુંડાની જન્મસ્થળ ઉલીહાતુથી 9 મી ઓગષ્ટે આરંભાયેલી આ આદિવાસી સુરક્ષા યાત્રા નું ૭૦૦૦ થી વધુ કિમીનું અંતર કાપીને સો વર્ષ અગાઉ જ્યાં ૧૨૦૦ વીર શહીદો એ પોતાના પ્રાણોની આહુતિ આપી હતી તે વિજયનગરના દઢવાવમાં વીરભૂમિ પર સમાપન થશે.