અરવલ્લી SP શૈફાલી બારવાલના આગમન પછી પોલીસતંત્ર બુટલેગરો સામે શખ્ત કાર્યવાહી હાથધરી છે બુટલેગરો ગુજરાતમાં જુદા જુદા પ્રકારે દારૂ ઘુસાડવાની સાથે સંતાડવામાં આવે છે આંબલીયારા પોલીસે ચાંદરેજ ગામમાં બુટલેગરે ઘરમાં ખાડો બનાવી સંતાડેલ રૂ.39 હજારથી વધુનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી બુટલેગરને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો
આંબલીયારા પીએસઆઇ જે.કે.જેતવાત અને તેમની ટીમે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન ડ્રાઇવ યોજતા ચાંદરેજ ગામનો ચેતનસિંહ શિવસિંહ ચૌહાણ નામનો બુટલેગર ઘરમાં વિદેશી દારૂનો વેપલો કરતો હોવાની બાતમી મળતા પોલીસ તાબડતોડ બાતમી સ્થળે રેડ કરતા ઘરમાં વિદેશી દારૂ જોવા મળ્યો ન હતો જો કે બાતમી સજ્જડ હોવાથી પોલીસે તલાસી યથાવત રાખતા તેના નવીન બનતા મકાનમાંથી ખાડો મળી આવતા પોલીસે ખાડો ખોદતા ચોંકી ઉઠી હતી ખાડામાં સંતાડેલ વિદેશી દારૂની બોટલ નંગ-356 કીં.રૂ.39400/- નો જથ્થો જપ્ત કરી બુટલેગર ચેતનસિંહ શિવસિંહ ચૌહાણની ધરપકડ કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી