asd
32 C
Ahmedabad
Friday, September 20, 2024

પંચમહાલ: ગોધરામાં પ્રથમવાર નવદુર્ગા નવરાત્રી મહોત્સવનું આયોજન, જાણીતા લોકગાયક હેમંત ચૌહાણના સુમધુર કંઠે ખેલૈયાઓ મનમુકીને ઝુમશે


ગોધરા
વિશ્વનો સૌથી મોટો ગણાતો તહેવાર એટલે નવરાત્રી.નવરાત્રીને લઈ ખેલૈયાઓ અત્યારથી જ થનગની રહ્યા છે.પંચમહાલ જીલ્લાના વડામથક એવા ગોધરા ખાતે પ્રથમવાર નવદુર્ગા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામા આવી રહ્યુ છે, નવનવ દિવસ સુધી વિવિધ થીમ પર ગરબાનુ આયોજન કરવામા આવશે.આ ગરબા મહોત્સવમાં ગુજરાતના જાણીતા લોકગાયક અને પદ્મશ્રી એવોર્ડ વિજેતા હેમંતભાઈ ચૌહાણ પોતાના સુમધુર કંઠે ખેલૈયાઓને ગરબાના તાલે ઝુમાવશે.નવદુર્ગા નવરાત્રી મહોત્સવના આયોજકો દ્વારા પત્રકાર પરિષદનુ આયોજન કરવામા આવ્યુ હતુ,જેમા ગરબા આયોજનને લઈને વિગતવાર માહિતા પત્રકારોને આપવામા આવી હતી.

Advertisement

ગોધરા શહેરમા આ વખતે નવદુર્ગા નવરાત્રી મહોત્સવ 2023નુ આયોજન પ્રથમ વખત કરવામા આવી રહ્યુ છે,જેમા આયોજકો દ્વારા મોતીબાગ ખાતે ગરબા આયોજનને આખરી ઓપ આપવામા આવી રહ્યો છે.પરંપરાગત ગરબા અને પૌરાણિક ગરબા સાથે આ ગરબાનુ આયોજન કરવામા આવ્યુ છે. નવરાત્રીના સમયે ગોધરા શહેર તેમજ આસપાસના ગ્રામીણ વિસ્તારના લોકો પણ ગરબા જોવા અને રમવા ગોધરા શહેરમા આવતા હોય છે. આ ગરબા મહોત્સવમા ખેલૈયાઓને ગરબે રમાડવા કરાવા માટે જાણીતા લોકગાયક હેમંતભાઈ ચૌહાણ અને તેમની ટીમ આવી રહી છે,આ ગરબા મહોત્સવમાં સુરક્ષાને લઈને પણ સુવિધાઓ ઉભી કરવામા આવી છે.જેમા મહિલાઓ,દિકરીઓ પણ પોતાના પરિવાર સાથે ગરબા રમવા આવતી હોય છે.ત્યારે સિક્યુરીટીની પણ વ્યવસ્થા કરવામા આવી છે.ફાયરની પણ સુવિધાઓ ઉભી રાખવામા આવી છે.જ્યા એમ્બુલન્સ પણ હાજર રહેશે. સાથે સાથે આ નવરાત્રી મહોત્સવમાં નવેનવ દિવસ અગલ અલગ થીમ રાખવામા આવી છે. જેમા ભગવા થીમ તિંરગા સહિતની થીમ રાખવામા આવી છે. આ ગરબામા પાસ સિસ્ટમ નહી પણ હેન્ડબેન્ડ નોન ટેરેબલ ની સુવિધા રાખવામા આવી છે,પોતાના આગણે માણી શકે તે માટેનો આ સહિયારો પ્રયાસ છે, આયોજક શિવમ પુરોહિત અને પ્રિયંકાબેન તેમજ તેમની ટીમના આયોજકો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ગરબા મહોત્સવને લઈ ગોધરા શહેરવાસીઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!