આગામી વાયબ્રન્ટ ગુજરાત સમિટ અનુલક્ષીને વાયબ્રન્ટ અરવલ્લી કાર્યક્રમ મોડાસા ખાતે યોજાઈ ગયો, જેમાં જિલ્લાના છ ઉદ્યોગ-વેપાર એકમોએ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મારફતે રોકાણ કરવા માટે કુલ રુ. 566 કરોડ રૂપિયાના 06 એમ.ઓ.યુ થયા હતા, પણ કોંગ્રેસે કહ્યું કે, તાયફા કરવા કરતા પહેલા જીઆઈડીસીની સ્થિતિ સુધારવી જોઈએ. અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કમલેન્દ્રસિંહ પુવારે જણાવ્યું કે, મોડાસા જીઆઈડીસીમાં કાયમી ધોરણે અધિકારીની નિમણૂક કરવામાં આવે, આ સાથે જ મોડાસા તાલુકાના શીણાવાડ ગામે નવીન જીઆઈડીસીનું કામ કેમ અટકી ગયું છે, તે સવાલ છે.
સાંભળો કોંગ્રેસે શું કહ્યું….
મોડાસા હજીરા વિસ્તારમાં અરવલ્લી વાયબ્રન્ટ કાર્યક્રમમાં મંચસ્ત ગોપાલ સ્નેક્સના માલિકે પોતાની વેદના કાર્યક્રમમાં વ્યક્ત કરી હતી, જાહેર મંચ પર તેમણે જણાવ્યું હતું કે, તેમનું કામ સારૂ ચાલે છે કેટલાય લોકોને રોજગારી પુરૂ પાડે છે, સામાજીક સેવાઓ અને મદદ પણ કરતા હોય છે, એટલું જ નહીં સમૂહ લગ્નો પણ કર્યા છે, પણ તેમની બિનખેતીની ફાઈલ કેટલાય સમયથી અટકી ગઈ છે, આટલી મોટી વેદના વ્યક્ત કરતા રોકાણકાર ઉદ્યોગકારોમાં એક ચર્ચાનો વિષય બન્યો હતો, આ સમગ્ર મામલે કોંગ્રેસે પણ ચુટકી લીધી હતી અને આકરા પ્રહારો કર્યા હતા.