મહિસાગર જીલ્લાના બાલાશિનોર ખાતે આવેલી આઈસીઆઈસીઆઈ બેંકના બ્રાન્ચ મેનેજર વિશાલ પાટીલની કાર સંતરામપુર રોડ પરના ગોધર પાસે મળી આવી હતી.આ મામલે પોલીસ તપાસમાં ચોકાવનારો ખુલાસો થતા આ બેંક મેનેજર વિશાલની લાશ ઘાટાવાળાના જંગલમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી છે, બેંક મેનેજરનો મૃતદેહ મળ્યાની જાણ થતા મહિસાગર પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોચ્યો હતો.આ સમગ્ર મામલે લુંટ વીથ મર્ડર થયુ હોવાની પ્રાથમિક વિગતો બહાર આવી છે.બેંક મેનેજર એક કરોડ અઢાર લાખ જેટલી રકમ દાહોદ ખાતે જમા કરાવા આ ખાનગી કારમાં જઈ રહ્યા હતા. આ મામલે મહિસાગર પોલીસ દ્વારા એક આરોપીની અટકાયત કરીને પુછપરછ કરવામા આવી રહી હોવાની વિગતો સાંપડી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર સંતરામપુર તાલુકા ગોધર ગામ પાસે એક કાર સળગેલી હાલતમાં મળી આવી હતી.આ મામલે પોલીસ દ્વારા તપાસમાં આ કાર બાલાશિનોર ખાતે આવેલી આઈસીઆઈસી બેંકમા બ્રાન્ચ મેનેજર તરીકે ફરજ બજાવતા વિશાલકુમાર પાટીલની હોવાની વિગતો સાંપડી હતી.પોલીસ તપાસમાં આ મેનેજરનો મૃતદેહ કડાણા નજીકના ઘાટાવાળાના જંગલોમાંથી મળી આવતા પોલીસ પણ ચોકી ઉઠી હતી. આ મામલે પોલીસે જણાવ્યુ હતુ કે બેંક માથી વિશાલભાઈ 1 કરોડ 18 લાખ જેટલી રકમ લઈ પોતાની કારમાં લઈ જઈ રહ્યા હતા તેવી વાત જાણવા મળી છે.આ મામલે પોલીસે એક આરોપીની અટકાયત કરી હોવાની માહિતી મળી રહી છે.પોલીસ દ્વારા સત્તાવાર જાહેરાત બાદ આ મામલે વધારે ચોકાવનારી વિગતો બહાર આવશે.