37 C
Ahmedabad
Saturday, May 18, 2024

કોરોનાની મોટી અસર ટુરિઝમ પર પડી હતી, સરકાર મુશ્કેલીમાંથી બહાર આવવા માટે તમારી સાથે :CM


આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ગુજરાતના ભવ્ય વારસાની ઉજવણીના કાર્યક્રમનું ગાંધીનગરની ધ લીલા હોટલ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં હેરિટેજ ટુરિઝમ પોલિસીનું સ્ક્રીનિંગ દર્શાવવામાં આવ્યું હતું. 5 મહત્ત્વના MoU સહિતની તમામ બાબતો વિશે જાણવા ક્લિક કરો.

Advertisement
ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા ‘આઝાદી કા અમૃત મહોત્સવ ગુજરાતના ભવ્ય વારસાની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં મુખ્ય મહેમાન તરીકે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યાં હતા.
ગુજરાતના ટુરિઝમનો વિકાસ થાય તેના પર કામ- રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું કે, કોરોનાની મોટી અસર ટુરિઝમ પર પડી હતી. સરકાર મુશ્કેલીમાંથી બહાર આવવા માટે તમારી સાથે છે. તમને અને અમને બધાને ફાયદો થાય તે રીતે વધુ ટુરિઝમ ગુજરાતમાં વિકાસ થાય તે રીતે કામ કરીશું.
ગુજરાતમાં વધુમાં વધુ ટુરિઝમ વિસ્તરે તેવા પ્રયત્નો કરીશું અને આગળ પણ નવાં ઇનિસિએટિવ લેવાના હશે તો તે લેશું. 54 પ્રોપર્ટીના માલિકો અને ગુજરાત ટુરિઝમ વચ્ચે 451 કરોડના MOU થઈ રહ્યા છે. જેમાં સામેલ થયેલા તમામ લોકોને અભિનંદન આપું છું.
ગુજરાત દરેક ક્ષેત્રે આત્મનિર્ભર બનશે- તેમણે જણાવ્યું કે, ઓનલાઈન સેવાથી તમામ ટુરિઝમ અને પોલિસીને લગતી તમામ વિગતો મળી શકે તે માટેનો આ એક પ્રયાસ છે. પ્રાચીન મંદિરો, મહેલો, ઇમારતો ગુજરાતમાં છે. રાણકીવાવ ચાંપાનેર, ધોળાવીરા, અમદાવાદ હેરિટેજમાં સ્થાન પામેલાં છે. તેમણે જણાવ્યું કે, ગુજરાત દરેક ક્ષેત્રે આત્મનિર્ભર બનશે. તે ઉદ્યોગ ક્ષેત્ર હોય, ટેકનોલોજી કે MSME હોય. ગુજરાત સરકાર તરફથી ટુરિઝમ વિભાગને કોઈ તકલીફ પડશે નહીં તે જોવાની જવાબદારી અમારી છે.

Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!