અરવલ્લી SP શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર નાસતા-ફરતા આરોપીઓને વીણી વીણી જેલના સળિયા પાછળ ધકેલી રહી છે જીલ્લા પેરોલ ફર્લો ટીમે અમદાવાદ મધ્યસ્થ જેલમાં પાકા કામના આરોપો તરીકે સજા ભોગવતો ધનસુરાના નાણાં ગામનો અરવિંદ પરમાર વચગાળાના જામીન પર છૂટી ફરાર આરોપીને પેરોલ ફર્લો ટીમે તેના ઘરેથી ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
અરવલ્લી પેરોલ ફર્લો સ્ક્વોડ પીએસઆઇ વી.એસ.દેસાઈ અને તેમની ટીમે ધનસુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરી નાસતા-ફરતા અને પેરોલ જમ્પ કરી ફરાર આરોપીઓને ઝડપી પાડવા બાતમીદારો સક્રિય કરતા અમદાવાદ મધ્યસ્થ જેલમાં પાકા કામના કેદી તરીકે સજા ભોગવતો નાણાં ગામનો અરવિંદ જેણાં પરમાર વચગાળાના જામીન પર છૂટી છેલ્લા ચાર મહિનાથી ફરાર હોવાનો અને ઘરે હોવાની બાતમી મળતા તાબડતોડ રેડ કરતા આરોપી અરવિંદ પરમાર ઘર પાછળ થી ભાગતા પોલીસે પીછો કરી કોર્ડન કરી ઝડપી પાડી ધનસુરા પોલીસને સુપ્રત કર્યો હતો પેરોલ ફર્લો ટીમ ચાર મહિનાથી ફરાર પાકા કામના આરોપીને ઝડપી પાડવામાં સફળ રહી હતી