અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ પ્રોહિબિશનની શખ્ત અમલવારી માટે સતત દોડાદોડી કરી રહી છે જીલ્લા એલસીબી પોલીસે શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રાટકી લુસડીયા ગામમાં ધમધમતા વિદેશી દારૂના વેપલાનો પર્દાફાશ કરી બુટલેગરના ઘરમાં કબાટમાંથી 38 હજારથી વધુનો વિદેશી દારૂ ઝડપી પાડી પોલીસ રેડની ગંધ આવી જતા ફરાર બુટલેગરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા
અરવલ્લી જીલ્લા એલસીબી પીઆઈ કે.ડી.ગોહિલ અને તેમની ટીમે શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરતા લુસડીયા ગામનો ચુનીલાલ ઉર્ફે દિનેશ ઉર્ફે દિલુપ્રસાદ દાડમચંદ પટેલ રાજસ્થાનમાંથી ગેરકાયદેસર રીતે વિદેશી દારૂ અને બિયર લાવી વેપલો કરી રહ્યો હોવાની બાતમી મળતા તાબડતોડ રેડ કરતા બુટલેગર પોલીસ પહોંચે તે પહેલા ફરાર થઇ ગયો હતો એલસીબી પોલીસે ઘરની તલાસી લેતા ઘરની બાજુમાં આવેલ અન્ય મકાનની ચોપાડમાં રાખેલ કબાટમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-153 કીં.રૂ.38250/- નો જથ્થો જપ્ત કરી ફરાર બુટલેગર સામે શામળાજી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધાવી આગળની તપાસ શામળાજી પોલીસને સુપ્રત કરી હતી