અરવલ્લી SP શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર જીલ્લામાં ગુન્હા આચરી નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી રહી છે ધનસુરા પોલીસ સ્ટેશનમાં અપહરણ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુન્હાના છેલ્લા ત્રણેક મહિનાથી પોલીસને થાપ આપતા મેઘરજ રાયવાડા ગામના અમૃત ડામોરને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો
અરવલ્લી એસઓજી પીએસઆઈ સી.એફ.રાઠોડ અને તેમની ટીમે મેઘરજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરી બાતમીદારો સક્રિય કરતા ધનસુરા પોલીસ સ્ટેશનમાં અપહરણ અને એટ્રોસિટી એક્ટ જેવા ગંભીર ગુન્હાનો આરોપી અમૃત લક્ષ્મણ ડામોર (રહે,રાયવાડા-મેઘરજ) તેના ઘરે આવ્યો હોવાની બાતમી મળતા એસઓજી પોલીસ રાયવાડા ગામે તાબડતોડ પહોંચી અમૃત ડામોરના ઘરને કોર્ડન કરી આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી