ગુજરાતમાં હાર્ટ એટેકથી યુવાનો ટપોટપ મોતને ભેટી રહ્યા છે હાર્ટ એટેકના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યાં છે. હવે નાની ઉંમરે હૃદયના ધબકારા બંધ થઈ જાય છે. કોઈ વ્યક્તિ અચાનક ચિર નિંદ્રામાં પોઢી જાય છે. ગુજરાતના અનેક સ્થળોથી રોજે રોજ એવા કિસ્સા સામે આવી રહ્યાં છે. જેમાં યુવાન વયે હૃદય થંભી ગયું હોય અને વ્યક્તિનું મૃત્યુ થયું હોય. કોઈ ગરબાની પ્રેક્ટિસ દરમિયાન અચાનક ઢળી પડે છે, કોઈ ક્રિકેટ રમતા રમતા બેભાન થઈ જાય છે. તો કોઈ ઓફિસ કે કારખાનામાં કામ કરતા કરતા,હૃદયરોગના અચાનક હુમલાથી ઢળી જાય છે
અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના ધોલવણી (મુલોજ) ગામના અસ્થાના પ્રતીક સમા ચહેરધામ ધોલવણીના યુવાન ભુવાજી સાગરભાઈ વિહાભાઈ રબારીનું હૃદયરોગના હુમલાથી મોત નિપજતા સમગ્ર પંથકમાં ભારે શોકની લાગણી છવાઈ છે ચહેરધામ ધોલવણીના ભુવાજી સાગર ભાઈના અનેક અનુયાયીઓ ભુવાજીની અચાનક હાર્ટ એટેકથી વિદાય થતા અચંબિત બન્યા હતા સાગરભુવાજીના પરિવારજનો આઘાતમાં સરી પડ્યા હતા અરવલ્લી જીલ્લામાં યુવાન વયે હાર્ટ એટેકમાં મોત નિપજાવાની ઘટનાઓમાં વધારો થતા ચિંતાનો માહોલ પ્રવર્તી રહ્યો છે