39 C
Ahmedabad
Saturday, May 18, 2024

કલેક્ટર અને DDO ની આંખોમાં ધૂળ કયા અધિકારીએ નાખી ? મોડાસા તાલુકા પંચાયતના પ્રમુખ મહિલા છે, તો પતિ કેમ દીપ પ્રાગટ્ય કરે !!!


મહિલા સશક્તિકરણની વાતો વચ્ચે અરવલ્લી જિલ્લામાં હાલ એક એવો મુદ્દો ગરમાયો છે કે, તેની ચર્ચાઓ ચારેકોર ચાલી રહી છે. વાત મોડાસા તાલુકા પંચાયતની છે. મોડાસા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે મહિલાને સ્થાન આપીને ગૌરવ વધાર્યું હતું, પણ આ માન-સન્માન તેમના પતિ ચકનાચુર કરતા હોય તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. મોડાસા તાલુકા પંચાયતમાં મહિલા પ્રમુખ તરીકે સ્નેહનલ બહેન પટેલની વરણી કરવામાં આવી હતી, પણ કેટલાય સમયથી તેમના પતિ જ તમામ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેતા તાલુકા પંચાયત તેમજ સ્થાનિક નેતાઓમાં ચર્ચાઓએ જોર પકડતા મામલો સામે આવ્યો.

Advertisement

બે દિવસ પહેલા મોડાસાના મહાલક્ષ્મી ટાઉન હોલ ખાતે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં નવરાત્રી મેળાના સ્ટોલના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં પણ મોડાસા તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ નહીં પરંતુ પતિ ઉપસ્થિત રહ્યા હતા. તાલુકા વિકાસ અધિકારીને ખ્યાલ છે કે, પ્રમુખ મહિલા છે તેમ છતાં પતિ દીપ પ્રાગટ્ય કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા, ત્યારે અધિકારીઓની કામગીરી પર સવાલો ઉઠ્યા હતા. એટલે કે, ઉચ્ચ અધિકારીઓની આંખોમાં ધૂળ નાખવાનું કાર્ય સ્થાનિક અને તાલુકાના અધિકારીઓએ કર્યું હોય તેવુ સ્પષ્ટ લાગે છે. મોડાસા તાલુકા પંચાયતના પ્રમુખ મહિલા છે ત્યારે હવે જિલ્લા વિકાસ અધિકારી અને કલેક્ટર આ બાબતે શું કાર્યવાહી કરે છે તે સમય જ બતાવશે. હાલ તો લોકોએ પૂછી રહ્યા છે કે, તેમણે તો મહિલા પ્રતિનિધિ આપ્યા હતા તો પુરૂષ કેવી રીતે વહીવટ કરે છે?

Advertisement

પ્રધાનમંત્રી મહિલાઓને આગળ લાવવા કેટલાય પ્રયત્નો કરે છે પણ સ્થાનિક નેતાઓને તેમાં જરાય રસ ન હોય તેવું સ્પષ્ટ લાગે છે અને રાષ્ટ્રીય ભાજપની તમામ કામગીરી પર સ્થાનિક નેતૃત્વ પાણી ફેરવી દેતું હોય તેવું ચોક્કસ કહી શકાય.

Advertisement

Advertisement

મોડાસા તાલુકા વિકાસ અધિકારીને તો ખ્યાલ જ છે કે, તાલુકા પંચાયતના પ્રમુખ મહિલા છે, તેમ છતાં વહીવટી તંત્રના કાર્યક્રમમાં તેમના પતિ ઉપસ્થિત રહે છે તો, કેમ કોઈ ધ્યાન દોરતા નહોતા,,,,? આ સમગ્ર મામલે હવે રાજકારણ ગરમાયું છે અને તાલુકા વિકાસ અધિકારીની કામગીરી પણ સવાલોના ચક્રવ્યુહમાં આવી ગઈ છે.

Advertisement

Advertisement

તાલુકા વિકાસ અધિકારીની બાજુમાં બેસી રહે તો પણ સાહેબને ખ્યાલ ન આવે….!!
મોડાસા તાલુકા વિકાસ અધિકારીને ખ્યાલ જ છે કે, મહિલા પ્રમુખ છે, તેમ છતાં તેમની બાજુમાં ખુરશી નાખીને પ્રમુખ પતિ બેસી રહે, બેઠકો કરે, આવો તો કેવો વહીવટી ? આ એક ગંભીર બાબત છે, જિલ્લા વિકાસ અધિકારીએ આ બાબતે ગંભીરતા દાખવવી જોઈએ.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!