શહેરા,
પંચમહાલ જિલ્લાના શહેરા તાલૂકાના હોસેલાવ ચોકડી પાસે પોલીસે નાકાબંધી દરમિયાન ગોધરાથી ગમન બારીયાના મુવાડા ગામના જંગલમાં કંટીગ માટે લઈ જવાતો 48 લાખ રૂપિયાની કિમંતનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.પોલીસની નાકાબંધી જોઇ આરોપી ઈસમ ભાગી છૂટવામા સફળ રહ્યો હતો.પોલીસે આઈસર ટેમ્પો અને તેમા ભરેલા વિદેશી દારૂનો જથ્થો સહિત રૂપિયા 58,04,800નો મૂદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવની પ્રાપ્ત વિગત અનૂસાર શહેરાનગરનો પોલીસ સ્ટાફ શહેરા નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરીના બંદોબસ્તમાં હતા. તે દરમિયાન શહેરા પોલીસને બાતમી મળી હતી કે ગોધરા તરફથી ગમન બારીયા ના મુવાડા ગામ તરફ એક આઈસરમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ મેળવીને ભૈરવસિંહ રાજપૂત રહે સેજપુર બોઘા, અમદાવાદ અને હાલ રહે ગોધરાના ગમન બારીયાના મુવાડા ગામે જંગલમાં કટીંગ કરવાની પેરવીમાં છે.આથી પોલીસ દ્વારા વોચ ગોઠવી નાકાબંધી કરવામા આવી હતી.પોલીસની નાકાબંધી જોઈ આરોપી ત્યાથી આઈસર ગાડી મુકીને ભાગીને ફરાર થઈ હતો. શહેરા પોલીસે વિદેશી દારૂનો જથ્થો 48,04,800 અને આઇસર ગાડી ની કિંમત 10 લાખ મળી કુલ 58,04,800 ના મુદ્દામાલ ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.