નવરાત્રિનો પર્વ ચાલી રહ્યો છે ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આવેલા ઉમિયા ચોકમાં અનોખી નવરાત્રી મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી.. મેઘરજ રોડ પર આવેલા ઉમિયા ચોક ખાતે 61 વર્ષ નવરાત્રી મહોત્સવને પૂર્ણ થતા વિશેષ વેશભૂષા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 20 વર્ષથી લઈને વયોવૃદ્ધ મળીને 123 મહિલાઓ જોડાઈ હતી.. વેશભૂષામાં મહિલાઓએ પરંપરાગત પહેરવેશ, માતાજીના અલગ-અલગ સ્વરૂપ, તેમજ ગ્રામ્ય વિસ્તારોના જીવન ઉપર આધારિત થીમ પર ખેલૈયાઓ તૈયાર થયા હતા… આ વેશભૂષા નવરાત્રી મહોત્સવને નિહાળવા મોટી સંખ્યામાં નગરજનો પહોંચ્યા હતા.
તારક મહેતા સીરિયલની થીમ પર કલાકારો ગરબે ઘૂમ્યા
લોકપ્રિય ટીવી સીરિયલ તારક મહેતાના ઉલ્ટા ચશ્માના કલાકારોના ગેટ અપ સાથે જેઠાલાલ, દયાભાભી, સોઢી, બાપૂજી સહિતના કલાકારો તૈયાર થયા હતા, તેમની સાથે માતાજીના અલગ અલગ સ્વરૂપ, પરંપરાગત રીત-રિવાજો તેમજ ગ્રામ્ય વિસ્તારો પરંપરાગત પહેરવેશ સાથે મહિલાઓ સજ્જ થઈ હતી. ખાસ કરીને તારક મહેતા કા ઉલ્લા ચશ્માના થીમ પર તૈયાર થયેલા કલાકારોને નિહાળવા લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.