“ગાય તેનો ગરબો ને ઘૂમે તેનો ગરબો ગરબો ગુજરાતની ગરવી અસ્મિતા છે.”
આધશકિત માં અંબેની સ્તુતિ અને ભક્તિના મંગલ પર્વ નવલી નવરાત્રિની નોમની રાત્રી દરમિયાન ભિલોડા સ્થિત શ્રી ઉમિયાનગર ગરબી મંડળ, શ્રી ઉમિયાચોકમાં ભિલોડા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય પી.સી.બરંડા અને નિવૃત્ત અધિક કલેક્ટર ચંદ્રિકાબેન બરંડાએ ઉમિયા ચોકમાં માતાજીના દર્શન કરી હજ્જારો ખેલૈયાઓ સાથે મન મૂકીને ગરબે રમવાનો લ્હાવો લીધો હતો.
શ્રી ઉમિયાનગર ગરબી મંડળ પ્રમુખ હર્ષદભાઈ સોની, પિનાકીનભાઈ પટેલ, અનિકેતભાઈ પટેલ, રાજેન્દ્રભાઈ મહેતા, કમલેશભાઈ પટેલ સહિત આયોજકોએ ધારાસભ્ય નું વિશેષ સન્માન કર્યું હતું. આયોજકો દ્વારા ધારાસભ્ય નું પરંપરાગત રીતે સાફો પેહરાવી, શાલ ઓઢાડી અને માતાજીનો ફોટો આપી સ્વાગત અને સન્માન કર્યું તે બદલ સર્વે આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો.
શુભ પ્રસંગે અરવલ્લી જિલ્લા ભાજપ સંગઠન ઉપ પ્રમુખ મનોજભાઈ પટેલ, તાલુકા સદસ્ય અમૃતભાઈ નિનામા, ભાજપ એસ.સી. મોરચા મહામંત્રી યોગેશભાઈ બુદ્ધ, મુકેશભાઈ પટેલ, રામઅવતાર શર્મા, જગદીશભાઈ પટેલ, વેપારીઓ, ગ્રામજનો સહિત ખેલૈયાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા