32 C
Ahmedabad
Sunday, April 28, 2024

મોડાસા : અણદાપુર ગામ સુધી રસ્તો છે…પણ લોકો જ્યાં રહે છે ત્યાં સુધી રોડની આતુરતા પૂર્વક રાહ જોતા ગ્રામજનો, 108 સેવાથી વંચિત જુઓ VIDEO


ગતિશીલ ગુજરાત અને વાઇબ્રન્ટ ગુજરાતની મોટી મોટી વાતો વચ્ચે રાજ્યના અનેક અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારો વિકાસથી જોજનો દૂર છે અરવલ્લી જીલ્લાના મોડાસાના અણદાપુર ગામના લોકો આઝાદીના ૭ દાયકા સુધી પણ હજુ રોડ-રસ્તા માટે આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે લોકો બીમાર થાય કે પછી ગર્ભવતી મહિલાઓને સારવાર માટે ઝોળીમાં નાખી લઇ જવાની નોબત આવે છે રવિવારે એક મહિલાને ડિલિવરીનો દુખાવો ઉપડતા ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સને કોલ કરતા એમ્બ્યુલન્સ આવી તો ખરી પણ રસ્તાના અભાવે ગામ સુધી ન પહોંચતા પ્રસૂતા મહિલાને અઢી કિલોમીટર સુધી ચાલતી લઇ જવાની નોબત આવી હતી ગ્રામજનોએ રસ્તા માટે વારંવાર રજુઆત કરવા છતાં રોડ નહિ મળતા લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે.

Advertisement

જુઓ Video, સગર્ભા મહિલાને 108 એમ્બ્યુલન્સ સુધી લઇ જતાં મહિલાઓ

Advertisement

Advertisement

અણદાપુર ગામની પ્રાથમિક શાળા સુધી પાકો રોડ છે પરંતુ ત્યાંથી ગામલોકોનો વસવાટ 2.5 કિ.મી. દૂર છે ત્યાં સુધી રોડ ન હોવાથી ગામલોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે રોડના અભાવે લોકોને ઇમર્જન્સી સમયે ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે બીમાર અને સગર્ભા મહિલાઓની હાલત દયનિય બની રહે છે. રવિવારે અણદાપુર ગામમાં એક ગર્ભવતી મહિલાને પ્રસૂતાની પીડા ઉપાડતા પરિવારજનો ચિંતિત બન્યા હતા. 108 ઈમરજંસી એમ્બ્યુલસને ફોન કરતા તાબડતોડ 108 ઈમરજંસી એમ્બ્યુલન્સ અણદાપુર ગામની પ્રાથમિક શાળા સુધી પહોંચી ગઈ પરંતુ આગળ રસ્તો ન હોવાથી 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ કર્મીઓ લાચાર બન્યા હતા એક બાજુ પ્રસુતાને પીડા વધી રહી હતી આખરે પરિવારની મહિલાઓએ ન છૂટકે પ્રસૂતા અને બાળકના જીવના જોખમે 2.5 કિલોમીટર સુધી ચાલીને લઇ જવાની ફરજ પડી હતી. ગ્રામજનોને રસ્તાને અભાવે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાથી લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.

Advertisement

ગ્રામજનોએ આ બાબતે રોષ ઠાલવ્યો, સાંભળો શું કહેવું છે.

Advertisement

Advertisement

 

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!