33 C
Ahmedabad
Saturday, May 18, 2024

શામળાજી નજીક ટ્રેકટર પલટી ગયું : એક મોત, ઇજાગ્રસ્તોથી હોસ્પીટલ ઉભરાઈ, રાજસ્થાનથી ઝાબચીતરીયા લોકાચાર માટે આવતા બની ઘટના


મેરા ગુજરાત, શામળાજી

Advertisement

શામળાજીના પાંચમહુડી નજીક ટ્રેકટર પલટી ખાઈ જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો ટ્રેકટરમાં સવાર રાજસ્થાન પાલીસોડાની મહિલાનું મોત નીપજ્યું હતું વીસ થી વધુ લોકો ઈજાગ્રસ્ત થતા શામળાજી રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાતા હોસ્પીટલ ઉભરાઈ હતી ત્રણ વ્યક્તિઓ ગંભીર ઈજાગ્રસ્ત હોવાથી વધુ સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા શામળાજી 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાતા શામળાજી વિસ્તાર 108 ના સાયરન ગુંજી ઉઠ્યું હતું અકસ્માતની ઘટનાના પગલે પોલીસ દોડી આવી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી શામળાજી રેફરલ હોસ્પિટલના તબીબોએ અને આરોગ્ય કર્મીઓએ સતત ખડેપગે રહી ઇજાગ્રસ્તોની સારવાર કરી હતી.

Advertisement

ઇજાગ્રસ્તોને ભિલોડાની હોસ્પિટલમાં દાખલ કરાયા

Advertisement

Advertisement

રાજસ્થાનના પાલીસોડા ગામથી ટ્રેકટરમાં લોકો શામળાજી નજીક આવેલા ઝાબચિતારીયા ગામે લોકચાર માટે આવી રહ્યા હતા પાંચમહુડી નજીક ટ્રેકટરના ચાલકે અગમ્ય કારણોસર સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રેકટર પલટી જતા ટ્રેકટરમાં સવાર 20 થી વધુ લોકો દટાઈ જતા ઈજાગ્રસ્ત થતા ચિચિયારીઓથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો ટ્રેકટર પલટી જતા અજુબાજુથી લોકો મદદ માટે દોડી આવ્યા હતા 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સને જાણ કરતા એમ્બ્યુલન્સ પાયલોટ યશવંત ભાઈ અને ઇએમટી પૂનમ ભાટિયાએ તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે શામળાજી રેફરલ હોસ્પિટલ ખસેડ્યા હતા જેમાં પાલીસોડાના સોમલીબેન કાંતિભાઈ નામની મહિલાનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું 20 લોકોના શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી અકસ્માતની ઘટનાના પગલે શામળાજી પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતક મહિલાની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

સાંભળો કેવી રીતે બની ઘટના અને કેટલા લોકોને ઇજાઓ પહોંચી

Advertisement

Advertisement

રાજ્સ્થાનના પાલીસોડા ગામના લોકોને ગંભીર અકસ્માત નડતા રાજસ્થાનથી અને સ્થાનિક સબંધીઓ મોટી સંખ્યામાં શામળાજી હોસ્પિટલમાં દોડી આવ્યા હતા મહિલાનું મોત નિપજતા પરિવારજનોએ આક્રંદ કરી મુકતા વાતાવરણમાં ગમગીની છવાઈ હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!