પોલીસમાં માનવતાની લાગણી નથી હોતી એવો આક્ષેપ અવારનવાર કરવામાં આવતો હોય છે ખાખી વરદી પહેરેલા પોલીસની ઇમેજ સામાન્ય રીતે કડક હોય છે. જોકે ખાખી વરદીની પાછળ માનવતાવાળો ચહેરો પણ છુપાયેલો હોય છે એવા અનેક અનુભવ જરૂરિયાતમંદ વાળા લોકોએ અનુભવ્યા છે ભિલોડાના ધોલવાણી માર્ગ પર ઇકો કાર અને રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 5 લોકો ઈજાગ્રસ્ત થતા રોડ પરથી પસાર થતા ભિલોડા પીઆઈ એચ.પી ગરાસીયાએ તાબડતોડ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ અને ખાનગી વાહન મારફતે સારવાર અર્થે કોટેજ હોસ્પિટલમાં ખસેડી ત્યાં પહોંચી ઇજાગ્રસ્તોને સ્ટ્રેચર પર મૂકી સારવાર કરાવતા ઇજાગ્રસ્તો સહીત સારવાર લેતા દર્દીઓ અને સ્ટાફે પીઆઇની સરાહનીય કામગીરીને બિરદાવી હતી.
સમાચારોની કોપી કરવી નહીં… સ્ટ્રીકલી પ્રોહિબિટેડ
Advertisement
Advertisement
ભિલોડાના ધોલવણી રોડ પર ઇકો કાર અને રીક્ષા વચ્ચે અકસ્માત થતા 5 લોકો લોહીલુહાણ બનતા રોડ પરથી પસાર થતા ભિલોડા પીઆઈ એચ.પી.ગરાસિયા ગાડી લઈ પસાર થતા અકસ્માતની જાણ થતા તરત જ ઉભા રહી ગયા હતા અને 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સને જાણ કરવાની સાથે અન્ય ખાનગી વાહન મારફતે ઇજગ્રસ્તોને સારવાર અર્થે ભિલોડા કોટેજ હોસ્પિટલમાં ખસેડી પીઆઇ પાછળ હોસ્પિટલમાં પહોંચી ઘાયલોને સ્ટ્રેચર પર મૂકી સારવાર અપાવી હતી ઇજાગ્રસ્તોને સંપૂર્ણ સારવાર મળે ત્યાં સુધી ઉભા રહી માનવતા મહેકાવી હતી દિવાળી પર્વ જેવા તહેવાર ટાણે પીઆઇ અને પોલીસકર્મીઓની મદદ મળતા ઈજાગ્રસ્ત પરિવાર અને લોકોએ ભિલોડા પોલીસની સરહના કરી હતી