33 C
Ahmedabad
Thursday, May 9, 2024

હોકી પ્લેયર યુવતીનું હાર્ટ એટેકથી મોત : મોડાસા શહેરની પૂર્વ હોનહાર હોકી પ્લેયર 34 વર્ષીય રેશ્મા ખરાડી નામની યુવતીનું હૃદય બેસી ગયું


Advertisement

ગુજરાતના યુવાનો-યુવતીઓમાં હાર્ટ એટેકની ઘટનાઓ સતત વધી રહી છે. સરકાર અને આરોગ્ય વિભાગ આ પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે મથામણ કરે છે. છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં ગરબા રમતા, લગ્નમાં નાચતા વખતે, ક્રિકેટ રમતાં કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ સ્થળ પર જ મોતના કિસ્સાઓ વધુ પ્રમાણમાં સામે આવી રહ્યા છે.અરવલ્લી જીલ્લામાં છેલ્લા ત્રણ મહિનામાં 10થી વધુ લોકોને હાર્ટ એટેકથી મોત નિપજતા લોકોમાં ભયનો માહોલ પ્રવર્તી રહ્યા છે મોડાસા શહેરની પૂર્વ હોનહાર હોકી પ્લેયર રેશ્મા ખરાડીનું હાર્ટ એટેકથી મોત થતા ભારે ગમગીની છવાઈ હતી

Advertisement

Advertisement

મોડાસા શહેરમાં વધુ એક વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત નિપજતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે મોડાસા શહેરમાં રહેતી અને પૂર્વ હોકી પ્લેયર તરીકે ગુજરાત સહીત નેશનલ કક્ષાએ જાણીતી અને શહેરના ચાર રસ્તા નજીક ફાસ્ટ ફૂડના વ્યવસાય સાથે સંકળાયેલ 34 વર્ષીય રેશ્મા ખરાડીને વહેલી સવારે 4 વાગ્યાના સુમારે હાર્ટ એટેકથી મોત નિપજતા યુવતીના પરિવારજનોએ ભારે આક્રંદ કરી મૂક્યું હતું મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લામાં હાર્ટ એટેકથી મોતની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થતા લોકોમાં ફફડાટ ફેલાયો છે 34 વર્ષીય યુવતીને હાર્ટ એટેક ભરખી જતા સમગ્ર શહેર સહીત ખેલાડીઓમાં શોકનું મોજું ફરી વળ્યું હતું

Advertisement

Advertisement

રાજ્યમાં સતત હાર્ટએટેકની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. જેમાં પણ નાની ઉંમરના લોકોમાં હાર્ટએટેકનું પ્રમાણ વધ્યું છે. નાની વયે હાર્ટ એટેકના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. હાર્ટએટેકથી થતાં મોતની સિલસિલો થંભવાનું નામ લેતો નથી. રાજ્ય દરરોજ સરેરાશ એકથી ત્રણ હાર્ટ અટેકના કિસ્સા બહાર આવી રહ્યા છે

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!