ગાંધીના ગુજરાતમાં દારૂ બંધીનો ફાયદો ઉઠાવી પ્રાંતીય-પર પ્રાંતીય બુટલેગરો મોટા પ્રમાણમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂ ઘુસાડી દારૂના નશેડીઓ પાસેથી બેફામ રૂપિયા ખંખેરી રહ્યા છે અરવલ્લી SP શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર દેશી-વિદેશી દારૂની હેરાફેરી અને વેપલા સાથે સંકળાયેલા બુટલેગરોને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી રહી છે ભિલોડા પોલીસે છેલ્લા 5 વર્ષથી પ્રોહીબીશનના ગુન્હામાં વોન્ટેડ અને ગુજરાતમાં દારૂ ઠાલવવામાં નામચીન રાજસ્થાનના બુટલેગર નરેશ ખરાડીને દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો
ભિલોડા પીઆઇ એચ.પી.ગરાસીયા અને તેમની ટીમે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરતાં ઉબસલ બોલુન્દ્રા નજીક દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ અને પોલીસને થાપ આપી ફરાર થઇ જવામાં માહિર નરેશ લક્ષ્મણ ખરાડી (રહે,ડબાયચા,ઉદેપુર-રાજસ્થાન)ને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો નરેશ ખરાડી ભિલોડા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુન્હામાં છેલ્લા 5 વર્ષથી ફરાર હોવાનો અને મોટા પ્રમાણમાં વિદેશી દારૂની હેરાફેરીમાં સંડોવણી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું ભિલોડા પોલીસે નામચીન બુટલેગરને દબોચી લેતા પોલીસતંત્રએ હાશકારો અનુભવ્યો હતો નામચીન બુટલેગર જેલના સળિયા પાછળ ધકેલાતા અસામાજીક પ્રવૃતિઓ પર રોક લાગી શકે છે