શહેરા
પંચમહાલ જીલ્લાના શહેરા ખાતે આધુનિક સુવિધાઓથી સજ્જ 81 લાખ રૂપિયાના ખર્ચે બનાવામા આવેલા પશુ દવાખાનાનુ ધારાસભ્ય અને વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડના હસ્તે રિબીન કાપીને ખુલ્લુ મુકવામા આવ્યુ હતુ.ઉપાધ્યક્ષ દ્વારા પશુ દવાખાનામા ઉપલબ્ધ સેવાની જાણકારી મેળવી હતી,તેમને ગાયમાતાની પણ પુજા કરી હતી. આધુનિક સુવિધાથી સજ્જ આ પશુદવાખાનામાં નાના મોટા પશુઓની વિનામુલ્યે સારવાર મળશે.
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકામા રહેતો ગ્રામીણ વર્ગ પશુપાલન અને ખેતીકામ પરનિર્ભર છે.તાલુકામથક ખાતે હવે પશુપાલકો પોતાના નાના મોટા દુધાળા પશુઓની સારવાર કરી શકશે, 81 લાખ રુપિયાના ખર્ચે બનેલા આધુનિક પશુ દવાખાના લોકાપર્ણ શહેરાના ધારાસભ્ય અને વિઘાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ દ્વારા કરવામા આવ્યુ હતુ. સાથે રિબીન કાપીને તેમને પશુ દવાખાને ખુલ્લુ મુક્યુ હતુ. સાથે તક્તીનુ પણ અનાવરણ કર્યુ હતુ. ત્યારબાદ તેમને પશુ દવાખાનામા આવેલા વિવિધ વોર્ડ લેબોરેટરી, ઓપીડી રુમ, મેડીસીન સ્ટોર ની મુલાકાત લીધી હતી.જેઠાભાઈ ભરવાડે જણાવ્યુ હતુ કે શહેરા ખાતે નવીન આધુનિક સુવિધા વાળા પશુ દવાખાનાનું લોકાપર્ણ કરવામા આવ્યુ છે. આ દવાખાનામાં આધુનિક સુવિધા ઉપલબ્ધ છે. મોરવા ખાતે દવાખાના માટે ગ્રાન્ટ મજુંર થઈ છે. તેમજ અન્ય ગામોમાં પણ દવાખાનુ ખોલવાની દરખાસ્ત કરી છે.આગામી સમયમાં પશુઓની સારવાર માટે મોબાઈલ વાન ઉપલબ્ધ થશે. સરકારની યોજનાઓનો લાભ લોકો સુધી પહોચે એ નિર્ધાર છે.પશુપાલકોને સરકારની તમામ યોજનાઓનો લાભ લેવા વિનંતી કરી હતી. શહેરા પશુ દવાખાના વેટરનરી ઓફીસર એ.પી.કાનાણીએ જણાવ્યું હતુ કે 81 લાખના ખર્ચે આ દવાખાનુ બનાવામા આવ્યુ છે.પશુપાલન શિબીરનુ પણ આયોજન કરવામા આવ્યુ હતુ મોટા અને નાના પશુઓની સારવારનો વિભાગ રેકેર્ડ રુમ, કોમ્પ્યુટર રૂમ, સહિતની સુવિધાઓ સાથે અહી પશુઓ માટે મફત સારવાર ઉપલબ્ધ છે. આ પ્રસંગે રાજકીય હોદ્દેદારો,પશુ પાલન વિભાગના અધિકારીઓ,આરએન્ડબી વિભાગના અધિકારીઓ, પંચામૃત ડેરીના અધિકારીઓ, તાલુકા અને જીલ્લા પંચાયતના હોદ્દેદારો તેમજ પશુપાલકો અને ગ્રામીણ વિસ્તારમાંથી આવેલા ખેડુતો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.