32 C
Ahmedabad
Sunday, April 28, 2024

પંચમહાલ: કમોસમી વરસાદી માહોલ સર્જાતા ખેતી પાકોને નુકસાન,વાતાવરણમાં ઠંડીનુ જોર વધ્યું


શહેરા

Advertisement

પંચમહાલ જીલ્લાના શહેરા નગર અને તાલુકામાં કમોસમી વરસાદ થતા ખેડુતોમાં ચિંતાનુ મોજુ ફરી વળ્યુ હતુ. હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામા આવી હતી,તેની અસર પંચમહાલ જીલ્લાના શહેરા પંથકમાં પણ જોવા મળી હતી.શહેરાનગરમા વરસાદ થયો હતો.વરસાદને કારણે વાતાવરણમા પણ એકાએક પલટો જોવા મળ્યો હતો.વાતાવરણમા ઠંડીનુ જોર વધ્યુ હતુ.કમોસમી વરસાદથી ખાસ કરીને શિયાળુ ખેતી પાકને નુકશાન થવાની ભીતી ખેડુતો દ્વારા વ્યકત કરવામા આવી હતી.

Advertisement

પંચમહાલ જીલ્લામા રવિવાર સવારથી અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. જીલ્લાના શહેરા પંથકમા પણ એકાએક વાતાવરણમાં પલટો જોવા મળતા આકાશ વાદળોથી છવાઈ ગયુ હતુ. અને બપોરના સમયે કમોસમી વરસાદ થયો હતો. શહેરાનગર સહિત ગ્રામીણ વિસ્તારમા પણ કમોસમી વરસાદને કારણે ખેડુતો ચિંતાતુર બન્યા હતા, ખાસ કરીને જોવામા આવે તો હાલમાં તુવેર તેમજ મકાઈ સહિતના પાકોને કમોસમી વરસાદની અસર થવાથી નુકશાન જવાની ભીતી પણ સેવાઈ રહી હતી. વરસાદને કારણે ઘણા ખેડુતોએ ખુલ્લામાં મુકેલા ડાંગરના પુળા પલળી જવાની નોબત સહન કરવી પડી હતી. વાતાવરણમાં એકાએક ઠંડીનુ જોર વધતા લોકોએ ઘરની બહાર નીકળવાનુ ટાળ્યુ હતુ.લોકો ગરમવસ્ત્રો પહેરીને જતા નજરે પડ્યા હતા.ગુજરાતમા હવામાન વિભાગ દ્વારા બે દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામા આવી છે.તેના પગલે પંચમહાલ જીલ્લામા પણ તેની અસર જોવા મળી રહી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!