32 C
Ahmedabad
Sunday, May 12, 2024

ગુજરાત રાજયમાં ટુંક સમયમાં 8 મેડિકલ કોલેજ શરૂ થશે : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ


સુરત ખાતે યોજાયેલા સમસ્ત પાટીદાર આરોગ્ય ટ્રસ્ટના કાર્યક્રમમાં પહોંચેલા મુખ્યમંત્રીએ જાહેરત કરી છે કે, રાજ્યમાં નવી 8 મેડિકલ કોલેજ શરૂ થશે.  સુરત ખાતે સમસ્ત પાટીદાર આરોગ્ય ટ્રસ્ટ સંચાલીત આધુનિક કિરણ મેડિકલ કોલેજનું ભૂમિપુજન કરવામાં આવ્યું હતું, જ્યાં રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, દેશ આજે “આઝાદી કા અમૃત મહોત્સવ” ઉજવી રહ્યો છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાત પણ આઝાદીમાં જે યુવાનોએ શહિદિ વ્હોરી છે તેમને યાદ કરી તેમને શ્રદ્ધાજંલી અર્પણ કરી રહ્યુ છે.
ગુજરાત રાજયમાં ટુંક સમયમાં 8 મેડિકલ કોલેજો શરૂ થવા જઇ રહી છે.
કોરોના મહામારીમાં આપણને ડોકટરોનું મહત્વ સમજાયું છે સ્વાસ્થ્ય બગડે ત્યારે ડોકટરો અને હોસ્પિટલ સમયમસર ન મળે તો કેવી કપરી સ્થિતિ બને તે આપણે જોયુ છે. નાગરિકોના સ્વાસ્થયની જવાબદારી સરકારની છે અને એટલે ગુજરાતની સરકર છેવાડાના માનવીને પણ ઉત્તમ સારવાર મળે તે માટે કટીબદ્ધ છે.
 હેલ્થ કેરનું મહત્વ કોરોના મહામારી પછી લોકો વધુ સમજતા થયા છે. કોરોના મહામારીમાં ગુજરાતે બહાદુરી પુર્વક લડત આપી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના દિશા સુચનના કારણે મા વાત્સલ્ય કાર્ડ,આયુષ્યમાન ભારત,મમતા તરૂણ યોજનાની શરૂઆત કરવામાં આવી છે. કિરણ મેડિકલ કોલેજના દાતાઓ,સંચાલકોને અભિનંદન પાઠવ્યા.

Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!