મોડાસા શહેરમાં ચાલતા ગેરકાયદેસર સ્પા,કૂટણખાના સામે શખ્ત કાર્યવાહી કરવામાં નહીં આવે તો અનેક યુવાનો HIV સંક્રમણનો ભોગ બની શકે..!!
HIV ફેલાવવાનું મુખ્ય કારણ અસુરક્ષિત શારીરિક સંબંધ, હોમોસેક્સયુલ સંબંધ,ચેપગ્રસ્ત લોહી કે ઇન્જેક્શનથી જવાબદાર
અરવલ્લીમાં અનેક પરિવારો HIV ના ખપ્પરમાં હોમાઈ ગયા, યોગ્ય સારવાર લેવાથી HIV પીડિત દર્દીઓ સામાન્ય જિંદગી જીવી શકે છે
અરવલ્લી જીલ્લામાં HIV પીડિત મોટા ભાગના દર્દીઓની માઈગ્રેશન હિસ્ટ્રી
અરવલ્લી જીલ્લાના મોડાસા શહેર સહીત અન્ય સ્થળે સ્પાના નામે પ્રાંતીય અને પરપ્રાંતીય યુવતીઓ લાવી મસાજના નામે દેહવેપાર કરવામાં આવી રહ્યો હોવાની સાથે બિલાડીની ટોપની માફક ફૂટી નીકળેલ કેટલાક ગેસ્ટ હાઉસ અને હોટલમાં ગેરકાયદેસર દેહવેપારનો વેપલો ધમધમી રહ્યો છે તેમજ ગરીબીથી પીડાતી મહિલાઓ જીવનિર્વાહ ચલાવવા દેહવેપાર કરવા મજબુર બની રહી છે ગેસ્ટહાઉસ અને હોટલમાં ચાલતા કુટણખાના માં મોટા ભાગે યુવાનોની અવર જવર વધુ રહે છે કેટલાક યુવાનો અને લોકો શારીરિક સંબંધની મજા માણવા કોન્ડમનો ઉપયોગ કરવાનું ટાળી અસુરક્ષિત શારીરિક સંબંધ બનાવતા હોવાથી એઇડ્સ સહીત અન્ય ગુપ્ત રોગનો ભોગ બની રહ્યા છે અરવલ્લી જીલ્લામાં 900 દર્દીઓ એચઆઇવી પોઝેટીવ હોવાની સાથે દર મહિને નવા દર્દીઓ પણ એઈડ્સમાં સપડાઈ રહ્યા છે જો કે સરકારી ગાઈડલાઈન હોવાનું જણાવી એચઆઇવી દર્દીઓની સંખ્યાની માહિતી આપવાનો તંત્રએ ઇન્કાર કરી દીધો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાતમાં અકસ્માત,કેન્સર ઉપરાંત અન્ય જે બિમારીથી સૌથી વધુ મૃત્યુ થાય છે તેમાં એઇડ્સનો પણ સમાવેશ થાય છે. અરવલ્લી જીલ્લામાં આરોગ્ય તંત્ર અને એચઆઇવી પીડિત દર્દીઓ માટે કાર્યરત સંસ્થા રોગની ગંભીરતા સામે જાગૃતિ લાવવા અનેક પ્રયાસ વચ્ચે એચઆઇવી પોઝેટીવ દર્દીઓની સંખ્યા આરોગ્ય તંત્રના ચોપડે અંદાજે 900 સુધી પહોંચી ચુકી છે ચોપડે ન નોંધાયા હોય તેવા અનેક દર્દીઓ પણ હોવાની આરોગ્ય ચિંતકો કહી રહ્યા છે કોરોના સંક્રમણ સમયે એચઆઈવી પોઝેટીવ દર્દીઓની સંખ્યામાં બે વર્ષ દરમિયાન ઘટાડો નોંધાયો હતો પણ ધીરે ધીરે દર્દીઓની સંખ્યા વધતા ચિંતાનો વિષય બન્યો છે
એઇડ્સના એચઆઇવી વાયરસ અસુરક્ષીત શારીરિક સંબંધ, ચેપગ્રસ્ત લોહી કે ઇન્જેક્શનથી તથા પોઝિટિવ માતા મારફતે બાળકને એમ ત્રણ પ્રકારે થાય છે જેમાં મુખ્યત્વે અસુરક્ષીત શારીરિક સંબંધને કારણે એચઆઇવીના કેસ ખુબ જ વધી રહ્યા છે જેની સામે જાગૃત્તી અને સુરક્ષીત સંબંધ જ ઈલાજ રૂપ છે તો બીજીબાજુ એઇડ્સના દર્દીઓ નિયમિત ડોક્ટરે આપેલી દવા લે અને સમયસર ટેસ્ટ કરાવતા રહે તો એચઆઇવીગ્રસ્ત દર્દી પણ સામાન્ય વ્યક્તિને જીવન પર્યન્ત કોઇ તકલીફ પડતી નથી તેમ આ એચઆઇવીગ્રસ્ત દર્દીઓની સારવાર કરતી સંસ્થા સાથે સંકળાયેલ કર્મચારી પાસેથી માહિતી પ્રાપ્ત થઇ હતી