asd
26 C
Ahmedabad
Sunday, September 8, 2024

ફક્ત 10 લાખમાં ડોક્ટર બનો…!! ગોધરામાં NEETની પરીક્ષામાં તુષાર ભટ્ટનું કૌભાંડ બહાર આવતા શિક્ષણ આલમમાં ખળભળાટ


ગોધરા  

Advertisement

NEETની પરીક્ષામાં સેન્ટર સેન્ટર ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ તુષાર ભટ્ટના કૌભાંડની ગંધ કલેક્ટરને આવતા પંચમહાલ DEOને તપાસના આદેશ આપતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ                                            

Advertisement


પંચમહાલ જીલ્લાના ગોધરા શહેરમાં મેડીકલ અભ્યાસમા જવા માટે પ્રવેશદ્વાર સમાન ગણાતી નીટની પરિક્ષામાં પૈસા લઈને ઉમેદવારોને  પાસ કરાવાય તે પહેલા પર્દાફાશ થતાં જીલ્લા શિક્ષણિધિકારીએ પોલીસ ફરિયાદ નોંધવતા પોલીસે ત્રણ આરોપીઓને સંકજામાં લીધા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી 

Advertisement

  પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાતમાં સ્પર્ધાત્મક પરિક્ષાના પેપરો ફુટવાની ઘટના બની છે. જેમા વિદ્યાર્થીઓની મહેનત પર પાણી ફરી વળે છે. ગુજરાતમાં પેપર ફુટવાને લઈને,ગેરરીતી થવાની બુમો વચ્ચે ફરી એક શિક્ષણજગત પર કાળી ટીલી લગાડે તેવી ઘટના બની છે.મેડીકલ ક્ષેત્રના અભ્યાસમા જરુરી એવી NEETની પરીક્ષામાં પૈસા લઈને પાસ કરાવાનુ કૌભાંડ ગોધરામાંથી ઝડપી પાડવામા આવ્યુ છે. જીલ્લા કલેકટરને મળેલી  બાતમીના આધારે શિક્ષણ વિભાગ અને તંત્રના અધિકારી  તપાસ હાથ ધરીઓની ટીમો  દ્વારા  તપાસ કરવામા આવી  હતી. પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રીટેન્ડેન્ટની ગાડીમાંથી ₹ 7,00,000 રોકડા મળી આવ્યા  હતા. સાથે સાથે પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રીટેનમેન્ટ ના મોબાઈલ માંથી whatsapp ચેટમાં કુલ છ વિદ્યાર્થીઓને ચોરી કરાવી એક વિદ્યાર્થી દીઠ દસ લાખ રૂપિયા લેવાનું નક્કી થયાની ચોકાવનારી વિગતો મળી છે. સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ગોધરા તાલુકા પોલીસ મથકે ત્રણ ઈસમો સામે ફરિયાદ નોધાવાઈ છે.જેમા તુષાર ભટ્ટ, વડોદરાની એક ખાનગી કંપનીના માલિક પરશુરામ રોય અને ગોધરાના આરીફ વોરા નામના ઈસમ સામે   વિશ્વાસઘાત ,છેતરપિંડી અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ ની વિવિધ કલમો ઉમેરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!