ભિલોડા,તા.૦૯
ભિલોડા તાલુકા મથક ખાતે પશુ દવાખાનામાં ભિલોડા તાલુકા કક્ષાની પશુ-પાલન તાલીમ શિબિર યોજાઈ હતી.૨૦૦ થી વધુ પશુ-પાલકોએ તાલીમ શિબિરનો ઉત્સાહભેર લાભ લીધો હતો.કારોબારી અધ્યક્ષ, જીલ્લા પંચાયત, અરવલ્લી, નિલાબેન મડિયા, જીલ્લા પંચાયત સદસ્ય વનરાજભાઈ ડામોર, ભિલોડા તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ કાંતિભાઈ પટેલ, અ.જ.જા. મોરચો, ભાજપ મહામંત્રી ડો. રાકેશભાઈ બોડાત, સામાજીક કાર્યકર કર્ણવીરસિંહ ચંપાવત, સરપંચ સુનોખ ગ્રામ પંચાયત ભવાનભાઈ તરાર સહિત રાજકીય, સામાજીક આગેવાનો, પશુ-પાલકો ઉપસ્થિત રહ્યા હતા.ભિલોડા તાલુકા કક્ષાની પશુ-પાલન તાલીમ શિબિરને સફળ બનાવવા માટે પશુ પાલન ખાતાના અધિકારી અને કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.સમગ્ર કાર્યકમ ને સફળ બનાવ્યો હતો.કાર્યકમના અંતે ડો. મયુરભાઈ સી. અસારી એ આભારવિધી કરી હતી.