અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરના શ્રી પ્રાણનાથજી મંદિરમાં વણકર સમાજનું વર્ષ-2023નું સ્નેહ સંમેલન અને સન્માન સમારોહ ની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોડાસા શહેર સહીત જીલ્લામાં રહેતા વણકર સમાજના પરિવારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સ્નેહ સંમેલનમાં તેજસ્વી તારલાઓ અને સરકારી નોકરી પ્રાપ્ત કરનાર, બઢતી પામનાર અને સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયેલ કર્મીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સંમેલન કમિટીના હોદ્દેદારો અને કારોબારી સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી વણકર સમાજના અગ્રણીઓ અને સંમેલનમાં ઉપસ્થિત લોકોએ ટીમની સરાહના કરી હતી
મોડાસા શહેરના મેઘરજ રોડ પર આવેલ પ્રણામીનગર સોસાયટીના શ્રી પ્રાણનાથજી મંદિરમાં રવિવારે અરવલ્લી જીલ્લા વણકર સમાજનું દિવાળી પર્વ નિમિત્તે સ્નેહ સંમેલન યોજાયું હતું આ સ્નેહ મીલન કાર્યક્રમમાં,સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા,સ્નેહ સંમેલનમાં સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન અને ઈનામ વિતરણ તેમજ સરકારી નોકરીમાં બઢતી પામેલા અને નિવૃત્ત થયેલ કર્મચારીઓ , શિક્ષણક્ષેત્રે તેમજ વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનાર સન્માનીયોને સન્માનિત કરવામાં આવ્યા હતા સ્નેહ સંમેલનમાં સ્નેહ ભોજન લઈ રાસગરબાની રમઝટ જમાવી હતી